દેશમાં પહેલી વખત ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પ્રિક્સનું આયોજન થઈ રહ્યું છે. આ સાથે જ દેશની રાજધાની નવીદિલ્હીમાં સુસ્ત પડેલા સેક્સ બજારમાં ફરી તેજી આવી ગઈ છે. આ સ્પોર્ટ્સ ઈવેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો ભારત આવવાના છે. ત્યારે તેમને 'સર્વ' કરવા માટે મોટા રેક્ટ્સ સજ્જ થઈ ગયા છે.
-સેક્સ વેપારની ગાડી પૂરપાટ દોડશે નવીદિલ્હીમાં
-એફ-વન રેસ દરમિયાન ત્રીસ હજાર કરતા વધુ પર્યટકોના આગમનની આશા
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન દિલ્હીમાં હાઈપ્રોફાઈલ કોલગર્લ્સ અને એસ્કોર્સ્ટ્સની માંગ વધી ગઈ છે. જેના પગલે મુંબઈ, પુના, સહિતના શહેરોમાંથી ફાંકડું અંગ્રેજી બોલતી યુવતિઓને બોલાવવામાં આવી રહી છે. જેમાંથી કેટલીક મોડલિંગ ક્ષેત્રે પણ કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય ઉપરાંત દેશના ગ્રાહકો માટે ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સહિતના પૂર્વ સોવિયેટ દેશોમાંથી યુવતિઓ બોલાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તા. 27 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર દરમિયાન એફ-વન રેસ યોજાવાની છે. જે દરમિયાન લગભગ ત્રીસ હજાર જેટલા દેશી-વિદેશી પર્યટકો દિલ્હી આવશે. અગાઉ આવી તેજી 'કોમનવેલ્થ રમતોત્સવ' દરમિયાન પણ ગ્રાન્ટ રોડ પર તેજી જોવા મળી હતી. તાજેતરમાં રાજીવ રંજન સોનુ પંજાબન અને નગ્મા સહિતના 'રિંગ લિડર્સ'ની ધરપકડ થઈ હતી. આથી, નાના પાયાના 'સપ્લાયર્સ' સક્રિય બન્યા છે. જેમાંથી કેટલાક ઉપરોક્ત લિડર્સ સાથે કામ કરી ચૂક્યા છે અથવા તો ઘર આંગણે આવેલી તકને જતી કરવા દેવા નથી માંગતા.
તમારો મત
શું તમને લાગે છે કે આ પ્રકારના રેક્ટ્સના કારણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ બદનામ થાય છે ? શું આપણા દેશમાં દેહ વ્યાપારને કાયદેસરી મંજૂરી આપી દેવી જોઈએ ? જો સમાજ સેક્સ વર્કર્સને સન્માનજનક કામ ન આપી શકતો હોય તો તેમને અટકાવવાનો હક્ક કેવી રીતે મળે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.