સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા સ્વામી નિત્યાનંદની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. તેઓ બિદાડી આશ્રમમાં પંચાગ્નિ સાધના કરી રહ્યાં હતા. ત્યારે આશ્રમના કબ્જામાંથી 180 લિટર જેટલું બ્લુ કેરોસિન જપ્ત થયું હતું.
ખાદ્યાન્ન અને નાગરિક વિતરણ વિભાગના કમિશ્નર એચ. આર. શ્રીનિવાસના કહેવા પ્રમાણે, એસેન્સિયલ કોમોડિટિઝ એક્ટ હેઠળ નિત્યાનંદનું કૃત્ય ગુનાપાત્ર અપરાધ છે. જો, નિત્યાનંદ આ કેસમાં દોષિત ઠરશે તો તેમને સાત વર્ષ સુધીની જેલ થઇ શકે છે. જોકે, આશ્રમે સમગ્ર વિવાદથી તેને અલગ કરી લીધું છે.
ઉલ્લેખનીય છેકે, સેક્સ પ્રકરણના આરોપ સબબ નિત્યાનંદ 53 દિવસ સુધી જેલમાં રહી ચૂક્યાં છે. આ પહેલા તેમની કથિત સેક્સ પ્રકરણની સીડી બહાર આવતા તેઓ નાસી છુટ્યાં હતા.