- બોલિવૂડ સ્ટારે ઉત્તર પ્રદેશમાં પોતાની માતાના ગામથી કરી પ્રચારની શરૂઆત - સંજય દત્તે કહ્યું હું પોતાના ઘરે પરત ફર્યો છું
બોલિવૂડ સ્ટાર સંજય દત્ત ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગમાં કોંગ્રેસ તરફથી પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યો છે. પોતાની માતા નરગીસના ગામ મેજા વિધાનસભા મતવિસ્તારથી તેણે કોંગ્રેસના પ્રચારની શરૂઆત કરી.
સમાજવાદી પાર્ટી અને અમરસિંહના લોકમંચ સાથેનો સંબંધ તૂટ્યા બાદ પ્રચાર માટે પહોંચેલા અભિનેતા સંજય દત્તે કહ્યું કે તે પોતાના ઘરે પરત ફર્યો છે. સવારનો ભૂલેલો સાંજે ઘરે પરત આવ્યો છે.
સંજયે કહ્યું કે "હું ક્યારેય કોંગ્રેસ વિરોધી રહ્યો નહતો. મેં ક્યારેય કોંગ્રેસ વિરોધી નિવેદન આપ્યું નહતું. દેશના હિતમાં કામ કરનારા કોંગ્રેસ પક્ષથી હું ખુશ છું એટલે જ તેના માટે પ્રચાર કરી રહ્યો છું."
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે પહેલા અને બીજા તબક્કાનું જે 19 જિલ્લામાં મતદાન થવાનું છે ત્યાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણ ગરમાઇ રહ્યું છે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.