દિલ્હી ગેંગરેપના ગુનેગારોને આકરી સજા કરો: સલમાન

દિલ્હીમાં મેડિકલની વિદ્યાર્થિની પર થયેલી ગેંગરેપની ઘટનાને બોલિવૂડના અભિનેતા સલમાન ખાને ખૂબ જ ઘૃણાસ્પદ ગણાવી આ કૃત્ય આચરનારા ગુનેગારોને આકરી સજા કરવાની માંગણી કરી છે. સલમાને કહ્યું હતું કે સૌથી પહેલા તો એવો જ વિચાર આવે છે કે આવા લોકોને તો મારી નાખવા જોઈએ પરંતુ એ સિવાય પણ ઘણી બાબતો આપણે અનુસરવાની છે. આવું કૃત્ય બન્યું તે જ ઘણી શરમજનક વાત છે. મોતની સજા ન કરાય તો જન્મટીપ કરવી જોઈએ.
વામાં આવે તો આજીવન જેલના સળિયા પાછળ ધકેલી પાઠ ભણાવવો જોઈએ. આ કૃત્ય કરનારાઓને જેલમાં પણ મારવા જોઈએ. જોકે સલમાને પોલીસના બચાવમાં એવું પણ કહ્યું હતું કે લોકોની પણ ઘણી જવાબદારી છે, માત્ર પોલીસથી આવા ગુનાઓ ન અટકી શકે. દરેક બસમાં એક પોલીસ જવાન બેસાડવો શક્ય નથી માટે લોકોએ એકઠા થઈને અસત્યની વિરુદ્ધ ઊભા રહેવું જોઈએ.
- કાયદામાં ફેરફારની જરૂર : કરિના
નવી દિલ્હી: અભિનેત્રી કરિના કપૂરે દિલ્હીની આ ઘટનાને વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે રેપના કેસમાં ઝડપી ન્યાય માટે હવે કાયદામાં ફેરફાર કરી વધુ કડક કાયદા બનાવવાની જરૂર છે. કરિનાએ કહ્યું હતું કે 'આપણા દેશમાં હંમેશાં કંઈક બન્યા પછી જ સલામતીના પગલાં લેવાય છે. હાલની જટિલ ન્યાયપ્રણાલીમાં ન્યાય મળવામાં ખરેખર ખૂબ વિલંબ થતો હોવાથી કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.’





