રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની શાખાઓ હવે ઇન્ટરનેટ પર ભરાશે. આ બધું એક નવી વેબ પોર્ટલના માધ્યમથી થશે. આરએસએસના પ્રચારવિભાગે તે શરૂ કરી છે. વિશ્વના ૫૬ દેશોમાંથી આ પ્રણાલી સંઘના હિન્દુ સ્વયંસેવક સંઘના માધ્યમથી શરૂ કરવામાં આવી છે. દેશમાં હાલ દિલ્હી, મુંબઇ, પુણે અને ચેન્નાઇમાં આ પ્રણાલી પ્રાયોગિક રીતે શરૂ કરવામાં આવી છે.
આરએસએસના પ્રચારવિભાગે આ વેબ પોર્ટલ બનાવી છે. તેમાં વિદેશોમાં વસતાં સંઘની વિચારધારાને માનનારાઓ નિવૃત્ત થયેલાં અને કામ છોડનારા વિશેષજ્ઞોને જોડવામાં આવશે. તેમણે ન્યૂઝ ભારતી વેબ પોર્ટલ ઓનલાઇન કર્યું છે. તેના માધ્યમથી સંઘની શાખાઓ ભરાઇ રહી છે.