સરકારે બળાત્કાર જેવા ગંભીર આરોપો સાથે સંકળાયેલા કાયદામાં જંગી ફેરફારો કરવાની જાહેરાત કરી છે. જે હેઠળ મહિલાઓ ઉપરાંત પુરૂષો સાથે થઈ રહેલા યૌન દુરાચારને પણ એ શ્રેણી હેઠળ જ રાખવામાં આવશે. ઉપરાંત મહિલાઓ પર તેજાબ ફેંકનારા અને મહિલાઓનો પીછો કરતા શખ્સો માટે અલગ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિક ખરડામાં 'રેપ'ની જગ્યાએ 'સેક્સયુઅલ એસોલ્ટ' શબ્દ વાપરવામાં આવશે અને સ્ત્રી-પુરૂષ માટે સમાન પ્રકારનો કાયદો ઘડી કાઢવામાં આવશે. વર્તમાન કાયદાની વ્યાખ્યાઓ માત્ર મહિલાઓના સંદર્ભે જ વાપરવામાં આવે છે.
-હવે, પુરૂષો પરના બળાત્કારને મળી કાયદેસર વ્યાખ્યા
-બળાત્કાર જેવા ગંભીર અપરાધ સાથેના કાયદાઓમાં થશે જંગી ફેરફાર
અપરાધ કાયદા (સંશોધન) ખરડા, 2011 હેઠળ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બળાત્કાર સાથે જોડાયેલા કાયદાને રદ્દ કરીને ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. પહેલા પુરૂષો સાથેના યૌન દુરાચાર ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ દંડનીય અપરાધ ગણવામાં આવે છે. પરંતુ સમલૈંગિકોના હક્ક માટે કાર્યરત એક સંસ્થાની અરજી પર ચૂકાદો આપતી વખતે દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જો સહમતિ સાથે આ પ્રકારના સંબંધ બંધાઈ તો તેને ગેરકાયદેસર ન ગણી શકાય. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, સહમતિ વગર આ પ્રકારના સંબંધ બાંધવામાં આવે તો તેને ગુનો ગણવો.
મહિલા અને બાળ વિકાસ ખાતા દ્વારા એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે, આઈપીસી હેઠળ નવી કલમ-326 એ અને 326 બી પણ જોડવામાં આવે. નવી કલમ પ્રમાણે 326-એ હેઠળ તેજાબ ફેંકાવવાથી ઘાયલ અને 326-બી હેઠળ તેજાબ ફેંકાવવાને ગુનો ગણવામાં આવે. આ જોગવાઈ હેઠળ જે ગુનેગારો તેજાબ ફેંકીને લોકોને દઝાડી દે છે અથવા તો તેમને વિકલાંગ બનાવી દે છે, તેમની ઉપર શિકંજો કસવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ હેઠળ દસ વર્ષની કેદ અને દસ લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ધારાઓ હેઠળ જેલની સજા લંબાવીને જનમટીપમાં પણ બદલી શકાય છે.
સરકારનો પ્રસ્તાવિત કાયદો એવા સમયે આવ્યો છે, જ્યારે મહિલાઓ અને પુરૂષો સાથે યૌનાચારના ગુના સતત વધી રહ્યાં છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના કહેવા પ્રમાણે, મહિલાઓ સામેના અત્યાચારમાં 4.8 ટકાનો વધારો થયો છે. વર્ષ 2010માં મહિલાઓ પર યૌનાચારના લગભગ 2.13 લાખ કેસ નોંધાયા હતા.
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.