Home >> National News >> Latest News >> National >> Ramdev Slams Team Anna For Critising Meeting With
કોને મળવું કે કોને નહીં; સલાહ ન આપે ટીમ અણ્ણા: રામદેવ
Agency, New Delhi | Jul 30, 2012, 17:07PM IST

-અમદાવાદમાં મોદી સાથે કરી હતી મુલાકાત
યોગ ગુરૂ બાબા રામદેવે ટીમ અણ્ણા સાથેના સંબંધોમાં લક્ષ્મણરેખા ખેંચવાનો પ્રયાસ કર્યો છે. રામદેવે કહ્યું હતું કે તેઓ ક્યાં જાય છે, કોને મળે અને ક્યારે મળે છે તે અંગે ટીમ અણ્ણાએ કોઈ સવાલ ન કરવા જોઈએ. બાબા રામદેવે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના અને અણ્ણા હજારેના વિચારો સમાન છે.
રવિવારે બાબા રામદેવ અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી એક મંચ પર એક સાથે આવ્યા હતા. આ મંચ પરથી બાબા રામદેવે મુખ્યપ્રધાનની પ્રશંસા કરી હતી. આ અંગે ટીમ અણ્ણાના સભ્ય સંજય સિંહે કહ્યું હતું, ''જે રાજ્યમાં નવ વર્ષથી લોકાયુક્તની નિમણૂક ન થઈ હોય તેનું સમર્થન કરવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો.''
યોગગુરૂ બાબા રામદેવ અને મોદી એક મંચ પર આવ્યા હતા. તેની ઉપર કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપી હતી. દિગ્વિજય સિંહે દાવો કર્યો હતો કે અણ્ણા હજારે અને બાબા રામદેવનાં આંદોલનને સંઘનું સમર્થન હાંસલ છે. સંઘ જ આ આંદોલનોને ચલાવી રહ્યું છે અને પોષે છે.







