રેલવેના આધુનિકરણ પર બનેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ભલામણ કરી હતી કે, રેલવેનું ભાડું 25 ટકા વધારવામાં આવે. વડાપ્રધાનના સલાહકાર સામ પિત્રોડાની અધ્યક્ષતાવાળી સમિતિએ રેલવેના ભાડાને મોંઘવારીના દર સાથે જોડીને એક વર્ષમાં R 60 હજાર કરોડની આવક ઊભી કરવાનો રસ્તો સૂચવ્યો છે.
-રેલવેના આધુનિકરણ માટે R 9,13,000 કરોડ રૂપિયાની જરૂર
-સલાહકાર સામ પિત્રોડાની અધ્યક્ષતાવાળી સમિતિએ રેલવેના ભાડાને મોંઘવારીના દર સાથે જોડવા કરી ભલામણ
સરકાર વર્ષ 2012-2013નું બજેટ રજૂ કરવા માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન સમિતિએ પોતાની ભલામણ આયોજન પંચને મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રેલવેના આધુનિકરણ માટે R 9,13,000 કરોડ રૂપિયાની જરૂર છે. રેલવેના ભાડાને મોંઘવારી દર સાથે જોડી દેવામાં આવે તો સારી એવી રકમ મેળવી શકાય તેમ છે. રેલવેના ભાડામાં 25ટકાનો વધારો કરવામાં આવે તો R 37,500 કરોડની આવક થઈ શકે તેમ છે. ભાડું વધારવા માટે રેલવેપ્રધાન પણ સહમત છે, પરંતુ પાર્ટીના અધ્યક્ષ મમતા બેનરજી ભાડા વધારા માટે સહમત નથી.
રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ ગત સપ્ટેમ્બર મહિનામાં સામ પિત્રોડાની અધ્યક્ષતામાં આ સમિતિ બનાવી હતી. સમિતિના અન્ય સભ્યોમાં એચડીએફસીના દિપક પારેખ, આઈડીએફસીના રાજીવ લાલ અને ફીડબેક વેન્ચરના વિનાયક ચેટરજીનો સમાવેશ થાય છે. સમિતિએ રેલભાડા અને મોંઘવારી ભાડાની 25 હજાર કરોડ રૂપિયા અને બજારને અનુકૂળ ભાડું નક્કી કરીને R દસ હજાર કરોડ એકઠા કરવાનું સૂચન આપ્યું છે.
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.