પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે. જેના માટે કોંગ્રેસના જહાજના નાખુદા રાહુલ ગાંધી બનશે. યુપી, પંજાબ, ગુજરાત સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાહુલ ગાંધી કેન્દ્રીય ભૂમિકા લેશે અને મહત્વપૂર્ણ નિયમોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી મોટી રેલીઓમાં જ ભાગ લેશે. જ્યારે વડાપ્રધાન ખૂબ મર્યાદિત કાર્યક્રમોમાં ભાગ લેશે.
-ગુજરાતમાં કોંગ્રેસના તારણહાર બનશે રાહુલ ગાંધી -તખ્તો થયો તૈયાર, ચૂંટણી પ્રચાર સહિત નિર્ણયો લેવાની મળશે સતા
પાર્ટીની ચૂંટણી રણનીતિ સાથે જોડાયેલા નેતાના જણાવ્યા પ્રમાણે, ગુજરાત અને ઉત્તારખંડમાં કાર્યકર્તા અત્યારથી જ રાહુલ ગાંધીની માંગણી કરી રહ્યાં છે. પાર્ટીની કમાન રાહુલ ગાંધીને સોંપવાની ઔપચારિકતા માત્ર બાકી રહી છે. હાલ યુપીમાં 135 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તે તમામ રાહુલ ગાંધીને તેમના મતક્ષેત્રમાં લાવવા ઈચ્છે છે. જ્યારે પ્રિયંકા ગાંધીની પણ પ્રચાર માટે ડિમાન્ડ થઈ રહી છે.
યુપીમાં પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય પાર્ટી હાઈ કમાન્ડે લઈ લીધો છે. પરંતુ, જ્યારે ચૂંટણી પ્રચાર ગરમાવો પકડશે ત્યારે જ પ્રિયંકા પ્રચાર મેદાનમાં ઉતરશે. રાહુલ ગાંધી તા. 14 નવેમ્બરના યુપીના ફૂલપૂરમાં મોટી ચૂંટણી સભા સંબોધીત કરશે અને યુપીમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું ઔપચારિક રણશિંગુ ફૂંકશે.
વ્યૂહ રચના પ્રમાણે, ગુજરાત સહિત તમામ રાજ્યોના પ્રભારીઓને જણાવવામાં આવ્યું છે કે, તેઓ પોતાના સ્ત્રો દ્વારા મજબુત સીટો અંગે પૂરેપૂરી વિગતો હાંસલ કરે. ચૂંટણી તૈયારીઓમાં લાગેલી ટીમને વિસ્તારવાર વિસ્તૃત ફીડ મેળવવાનું અત્યારથી જ કહી દેવાયું છે. જાતિ વર્ગના સમીકરણના આધાર ઉપર પણ આંકડા એકઠા કરવામાં આવી રહ્યાં છે અને તેના આધાર પર તેનું શ્રેણીવાર વિભાજન કરવામાં આવી રહ્યું છે. પાંચેય રાજ્યોમાં તમામ જિલ્લા પ્રદેશ મુખ્યાલયો પર રાહુલ ગાંધીના કાર્યક્રમ યોજાઈ તેવી વકી છે. જે સીટ સૌથી વધુ મજબુત હશે ત્યાં સૌથી વધુ જોર લગાડવામાં આવશે. જેથી જીતની શક્યતા મજબુત બને. જે સીટો પર કોંગ્રેસ જીતી ન હોય પરંતુ સારા વોટ મળ્યા હોય તેના પર પણ કોંગ્રેસની કમિટિ ધ્યાન આપી રહી છે.
તમારો મત
શું તમને લાગે છે કે, ગુજરાતમાં ઉદ્યોગપતિઓને જમીનની લ્હાણી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ છવાયેલા રહેશે? રાજ્યમાં આવી રહેલા નવા ઓટો ઉદ્યોગોની સ્થાપનાનો લાભ ભાજપને મળશે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.