યુપીના ગોરખપુરમાં કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને આરોપ મુક્યો હતો કે, ગુજરાત સહિતના ભાજપ શાસિત રાજ્યો 'સૌથી ભ્રષ્ટ' રાજ્યોમાં સામેલ છે.
-ગુજરાતમાં ભાજપ સરકાર સૌથી ભ્રષ્ટ: રાહુલ ગાંધી
-યુપીના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવના ભાજપ પર પ્રહાર
અડવાણીની રથયાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ''ભ્રષ્ટાચાર સામે ભાજપે દેશભરમાં યાત્રા કાઢી પરંતુ સૌથી ભ્રષ્ટ પ્રધાન એવા બાબુસિંહ કુશાવાહને પાર્ટીમાં સામેલ કર્યા છે. તેમને પ્રધાન પદ પરથી ભ્રષ્ટાચારના કારણે, હટાવી દેવામાં આવ્યા હતા. '' રાહુલે ઉમેર્યું હતું કે, ''કર્ણાટક, ઉત્તરાખંડ, ગુજરાત અને ઝારખંડમાં તેઓ સૌથી ભ્રષ્ટ સરકારો ચલાવે છે. સાથે જ તેમણે અહીં (યુપીમાં) તેમણે બાબુસિંહ કુશાવાહને સામેલ કર્યા છે. ''
રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે, બાબુસિંહ કુશાવાહે પાર્ટીમાં સામેલ થવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ કોંગ્રેસે તેમને સામેલ કર્યા ન હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મનરેગામાં હજારો કરોડની માયાવતી સરકારે ખાઈકી કરી છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.