- ઉત્તર પ્રદેશમાં જોરશોરથી શરૂ થઇ ગયો છે પ્રચાર
- રાહુલ ગાંધીએ સંબોધી જાહેરસભા
- ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી સાથે જોડાણ નહીં કરવાની જાહેરાત
ઉત્તર પ્રદેશમાં આઠ ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે. દરેક મોટા પક્ષે પોતાની તમામ તાકત કામે લગાડી દીધી છે.
શનિવારે યુપીમાં મુલાયમ, માયાવતી, અડવાણી, પ્રિયંકા અને રાહુલ ગાંધીની સાથોસાથ સંજય દત્તે પણ ચૂંટણી સભા સંબોધી. રાહુલ ગાંધીએ કબીરનગર જિલ્લામાં એક જાહેરસભાને સંબોધતા કહ્યું કે ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી સાથે કોઇપણ પ્રકારનું ગઠબંધન નહીં કરાય.
તેણે કહ્યું કે ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી કોંગ્રેસના હશે અને તેના માટે કોઇપણ પક્ષનો સહારો નહીં લેવાય. તેણે કહ્યું કે અમે કોઇ પક્ષ સાથે નહીં પરંતુ લોકો સાથે જોડાણ કરીશું જેનાથી તમારો અવાજ લખનૌ સુધી અને તમારા પૈસા તમારા સુધી પહોંચી શકે.
રાહુલે કહ્યું કે "તમે મારી દાદી પર વિશ્વાસ કર્યો, મારા પિતા પર વિશ્વાસ કર્યો, હવે મારા પર વિશ્વાસ કરી જુઓ."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.