ભારતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ વર્તમાન પ્રધાન મંડળમાં મોટાપાયા પર ફેરફાર કરવામાં આવશે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ફેરફાર કરવામાં આવશે. આ માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મંજૂરી આપી દીધી છે. જો કે, ટોચના પ્રધાનોના ખાતામાં ફેરફાર થાય તેવી શક્યતા નહિવત છે. ચિદમ્બરમની નજર નાણા ખાતા પર છે. પરંતુ, કોંગ્રેસના નિકટના સૂત્રોના કહેવા પ્રમાણે આમ થવું અશક્ય છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીને પણ યથાવત રાખવામાં આવશે.
-કેન્દ્રના કેબિનેટમાં રાહુલને સ્થાન માટે હિલચાલ
-પ્રધાનમંડળમાં થશે વ્યાપક ફેરફાર
-કેટલાકને પક્ષમાં પાછા મોકલાશે
બીજી બાજુ કેન્દ્ર સરકારમાં વિદેશ પ્રધાન એસ. એમ. કૃષ્ણાને ફરી કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવા માટે તૈયારી થઈ રહી છે. ચિદમ્મબરમ સહિત અન્ય નામો પર ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અંબિકા સોનીને કોઈ અગત્યનું ખાતું આપવામાં તેવી પણ સંભાવના છે. કપિલ સિબ્બલે માનવ સંશાધન વિકાસ ખાતાને છોડવું પડી શકે છે. તેમને ટેલિકોમ અને આઈટી ખાતા પર યથાવત રાખવામાં આવશે.
એવી વકી છે કે, કોંગ્રેસના મીડિયા વિભાગના વડા તરીકે જનાર્દન દ્વિવેદીએ સારી કામગીરી બજાવી છે., જેના પગલે તેમને માહિતી અને પ્રસારણ ખાતું આપવામાં આવી શકે છે. ગુલામ નબિ આઝાદ રહેશે કે નહીં, તે નક્કી નથી. સુશિલ કુમાર શિંદે અને વિલાસરાવ દેશમુખને વધુ એક વખત બદલવામાં આવે તેવી વકી છે. વધુમાં યુપી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિતિન પ્રસાદને કેબિનેટ પ્રધાન પદ પણ મળી શકે છે.તો કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર સૌની નજર છે. તેઓ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કે ત્યાં પાર્ટીનું કદ વધારવામાં વ્યસ્ત છે. તેમને કોઈ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનની બદલે સીધા કેબિનેટ પ્રધાન બનાવવામાં આવે તેવી પણ સંભાવના છે. જેથી તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચતા અટકાવવા માટે કોઈ દલીલ ન રહે.
તમારો મત
શું તમને લાગે છે કે, અત્યાર સુધી યુપીમાં નિષ્ફળ રહેલા રાહુલ ગાંધી કેન્દ્રના પ્રધાન મંડળમાં કાંઈ ખાસ કરી શકશે. તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે, ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ, વિવાદાસ્પદ કે ધિક્કારાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારો વાંચક પોતે જવાબદાર રહેશે. આથી, કૃપા કરીને સંયમિત ભાષાનો ઉપયોગ કરો