કેન્દ્ર સરકારમાં ઓબીસીના ક્વોટા પર 27 ટકા અનામત આપવામાં આવે છે. જે વિવિધ જાતિઓ વચ્ચે વહેંચી દેવા પર વિચારણા કરવામાં આવી રહી છે. કારણ કે, હાલ આ ક્વોટા પર જાણે યાદવો અને કુર્મીઓનું પ્રભુત્વ પ્રવર્તમાન છે. જો કે, આ વિચારને લાગૂ કરવા માટે રાજકીય ઈચ્છા શક્તિની જરૂર પડશે.
-OBC અનામતમાં ક્વોટા પર વિચારણા
-હાલ યાદવો અને કુર્મીઓનું પ્રભુત્વ
-વોટબેન્ક રાજકારણ થવાની વકી
રાષ્ટ્રીય પછાત વર્ગના અધ્યક્ષ એમ. એન. રાવ પણ 'ક્વોટાની અંદર ક્વોટા'ના વિચારના હિમાયતી છે. નવી વ્યવસ્થાના કારણે જે લોકો વાસ્તવમાં પછાત છે, તેમને લાભ મળશે. રાવના મતે ઓબીસીએ કોઈ ચોક્કસ પ્રકારનો વર્ગ નથી. પરંતુ તેમાં પણ અનેક પ્રકારના વર્ગો છે. જેના કારણે, જે લોકોને વાસ્તવમાં જરૂર છે, તેમને લાભ નથી મળી શકતો.
લગભગ બે દાયકા પહેલા માંડલ પંચના અહેવાલના પગલે ઓબીસી અનામત લ ાગૂ કરવામાં આવ્યું હતું. જો કે, યાદવો અને કુર્મીઓ દ્વારા 'ક્વોટાની અંદર ક્વોટા'નો વિરોધ થઈ શકે છે, કારણ કે, હાલ ઓબીસી અનામત પર તેમનું પ્રભુત્વ છે. વળી, જાતિ આધારિત મતબેન્ક પર આધાર રાખતા રાજકીય પક્ષો આ પ્રકારના પ્રસ્તાવનો વિરોધ કરી શકે છે. ત્યારે નવો વિચાર અમલમાં મુકવા માટે સરકારને પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિની જરૂર રહેશે. તે વાતમાં કોઈ શંકા નથી.
તમારો મત
શું તમને લાગે છે કે, અનામતનો લાભ વાસ્તવમાં ગરીબ અને કચડાયેલા વર્ગને મળવો જોઈએ. પરંતુ તેમના ભાગનું અનામત પહોંચેલા વર્ગના લોકો મેળવી લે છે, એવા આરોપો સાથે તમે સહમત છો? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી ઈન્ટરનેટ નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર ધ્રુણાસ્પદ, વિવાદાસ્પદ કે નિમન્ન પ્રકારની ટિપ્પણી કરવી પ્રતિબંધિત છે. આમ કરવું ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરશે. આમ થવાથી જો કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તો તેના માટેની જવાબદારી ટિપ્પણી કરનાર વ્યક્તિની રહેશે.