અમેરિકાના એક ચર્ચ દ્વારા 9-11ની 9મી વરસીના દિવસે કુરાનની પ્રતોને સળગાવવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે, સમગ્ર વિશ્વના મુસ્લીમ સમાજમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, જેમાંથી ભારત કે ગુજરાત પણ બાકાત નથી. અમદાવાદમાં કેટલાક દેખાવકારો દ્વારા અમેરિકાના રાષ્ટ્રધ્વજને સળગાવવામાં આવ્યો હતો તથા તેને કચડવામાં આવ્યો હતો.