કેટલો છે પીએમનો પગાર? સલાહકાર કરતા ફક્ત 30 હજાર વધુ
પીએમઓએ પોતાના તમામ 404 કર્ચમારીઓની આવકની જાણકારી પ્રસિધ્ધ કરી
પ્રધાનમંત્રીનો પગાર તેના મીડિયા સલાહકાર કરતાં ફક્ત 30 હજાર રૂપિયા વધુ છે. પ્રધાનમંત્રીને દર મહિને 1.60 લાખ રૂપિયા મળે છે, તો પંકજ પચૌરી (મીડિયા સલાહકાર)ની સેલરી રૂપિયા 1.30 લાખ છે. પીએમઓએ ડૉ.મનમોહનસિંહ સહિત પોતાના તમામ કર્મચારીઓની આવકની જાણકારી જારી કરી છે.
પીએમઓમાં કુલ 404 કર્મચારી-અધિકારી છે. પીએમઓની વેબસાઇટ પર તમામની સેલરીની યાદી મૂકવામાં આવી છે. જેમાં ત્રણ કર્માચરીઓની સંપત્તિ પણ સાર્વજનિક કરવામાં આવી છે.
સાત વર્ષથી પીએમઓમાં કામ કરી રહેલા ઓએસડી મુથુ કુમારની સેલરી 1.44 લાખ રૂપિયા છે, જ્યારે પ્રધાનમંત્રીના વિશેષ દૂત એસ કે લાંબાની રૂપિયા 1.13 લાખ છે. જો કે તેમની સંપત્તિનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
પીએમઓ દ્વારા આરટીઆઇની કલમ 4 (પોતાના તરફથી માહિતી પ્રસિધ્ધ કરવી) અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી બાદ સૌથી વધુ તાકતવર વ્યક્તિ છે મુખ્ય સચિવ મુલક ચેટરજી, જેની સેલરી ફક્ત 92 હજાર રૂપિયા છે.
પ્રધાનમંત્રીની સેલરી સ્લિપની વિગતો જોવા માટે બાજુમાં ઇમેજ સ્લાઇડર પર ક્લિક કરો







