Advertisement
Home >> National News >> Latest News >> National >> Prime Minister Modi Nitish Kumar And NDA

મોદી, નીતિશ અને NDA: રાજનીતિના કુંડાળામાં આવશે મોટો ઉબાળ

Jagdish Upasane | Jun 23, 2012, 21:05PM IST
 
 


જગદીશ ઉપાસને સિનિયર જર્નાલિસ્ટ & મીડિયા એકેડેમિક છે.

- એનડીએના આ બન્ને મહારથી જોખમ ઉઠાવીને પણ બે ધ્રુવો પર કેમ ઉભા રહી ગયા છે?


- લોકોને વધારે મુગ્ધ કરનારી મોદીની કહાનીમાં ગોધરા અને પછી હુલ્લડનો એક ખતરનાક વળાંક છે

- નીતિશ કુમારની કહાનીમાં કોઈ વળાંક જ નથી

બન્ને દેશોના કદાવર નેતા છે. વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવે છે. બન્ને વિપક્ષના જહાજ પર સવાર છે. સુશાસન અને વિકાસના ધ્વજવાહક છે. લોકપ્રિય નેતા છે. ઈમાનદાર, પ્રતિબદ્ધ અને કલ્પનાશીલ. કામ કરે છે અને કામ કઢાવવાનું જાણે છે. તેઓના શાસિત રાજ્ય તેઓના સુરાજ્યની મિસાલ સાબિત થઈ રહી છે. તેઓ લોકોને આકર્ષવાનો સચોટ ઉપયોગ કરે છે, બન્ને ઓછુ બોલે છે, જ્યારે બોલે છે ત્યારે લોકો ધ્યાનથી સાંભળે છે, બન્ને પોતાના આપેલા વચન પાળે છે, અને હા, બન્નેને ના સાંભળવી પસંદ નથી, પોતાની પાર્ટીમાં પણ નહીં અને સરકારમાં પણ નહીં. બધી લગામ પોતાના હાથોમાં રાખે છે, અને ચાબુક પણ. વિરોધ અને અસંતોષ તેઓથી સહન થતો નથી, તેને ખત્મ કરતા સારી રીતે આવડે છે, એક રીતે બન્ને એકાધિકારવાદી છે અને ભલે તેઓ સમાનતાવાદી વર્તન દેખાડે, બન્ને સમતાનો ઉપયોગ સુવિધાના હિસાબથી કરી લે છે.

પરંતુ બસ, સમાનતાઓ અહીં જ પુરી થઈ જાય છે. નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારનો રસ્તો અહીંથી અલગ થઈ જાય છે. દેશ-દુનિયાના વિકાસ પુરુષ મોદીની વધારે લોકોને મુગ્ધ કરનારી કહાનીમાં ગોધરા અને પછી હુલ્લડનો એક ખતરનાક વળાંક છે જેને તેમણે તો પોતાની સમજણથી ધીરજથી પાર કરી લીધો છે પરંતુ બીજા એ વળાંકને પાર કરી શકતા નથી અથવા પાર કરવા માગતા નથી. તે વળાંક પાર ન કરનારાઓએ સેક્યુલરિઝમનું બેરિયર ઉભુ કરી લીધું છે, તેઓ ઈચ્છે છે કે તે વળાંકને સારી રીતે પાર કરી ચુકેલા મોદી પણ પાછા ફરે અને તે બેરિયરને પાર કરીને દેખાડે. વિકાસના રાહ પર ઘણા આગળ વધી ગયેલા મોદી સ્વાભાવિક રીતે પાછા ફરવા ન માગે. તેમના વિકાસના ફળ ચાખનારા કોર્પોરેટ ફેમિલી, નાના ઉદ્યમી, ખેડુત, ગુજરાતને કૃષિમાં અવ્વલ સ્તર અપાવનારા ખેડુતો અને સૌથી વધરે મોદીના રાજમાં સુખ-શાંતિથી જીવી રહેલા વિશાળ મધ્યમવર્ગ પણ નથી ઈચ્છતા કે મોદી ફરીથી તે વળાંક પર પાછા ફરે. તેના પ્રદેશમાં લઘુમતિ તો ચોક્ક્સ નહીં ઈચ્છતી હોય કે મોદી પાછા ફરે. એટલા માટે લોકોએ મોદીને ફરીથી રાજ્યની ગાદી સોંપી દીધી હતી અને એ વાતના અણસાર વધારે છે કે ત્રીજીવાર પણ સોંપી દેશે. રોટી, કપડા, મકાન અને વિજળી, રસ્તા, પાણી અને સુરક્ષા દેશનો ઝડપથી વધી રહેલો મધ્યમ વર્ગ, જેમા સૌથી વધારે યુવા છે, ને મોદી જેવા નેતા ખૂબ ગમે છે. બધા સર્વેક્ષણ તેની સાક્ષી પુરે છે. મોદીની સફળતાની ગાથામાં તેમની જિદ્દ અને કાર્યક્ષમતા સાથે જ તેમને ભાજપ-પરિવારના સંગઠનોનું સમર્થનનું પણ એટલું જ યોગદાન છે. જ્યાં સુધી પાર્ટી અને પરિવાર છે, મોદીનું બ્લોકબસ્ટર ત્યાં સુધી રોક-ટોક વગર ચાલે શકે છે.

નીતિશને લાલૂ પ્રસાદ યાદવ દંપતિના કુશાસનથી ભરેલુ બિહાર ભેટમાં મળ્યું છે :

નીતિશ કુમારની કહાનીમાં મોદીની કહાની જેવો કોઈ ખતરનાક વળાંક નથી, આમ તો તેની કહાનીમાં કોઈ વળાંક જ નથી. મોદીએ જ્યાં ગુજરાત લડીને મેળવ્યું છે, ત્યાં નીતિશને લાલૂ પ્રસાદ યાદવ દંપતિના કુશાસનથી ભરેલુ બિહાર તેમને ભેટમાં મળ્યું છે. ભાજપની ઉંચી જાતિઓ, ક્રીમી લેયરથી ઉપરના ઓબીસી તથા શહેરના આધાર પર નીતિશ કુમારના પગ મજબૂતીથી ખોસાયેલા છે એટલા માટે જ તે નિશ્ચિંત થઈને પડેલા બિહારને ઉભુ કરી રહ્યા છે. બિહારના લોકોને તેમના પર ઘણી આશા છે, એટલા માટે એકલ-દોકલ વિચલનો છતા લોકો તેમને પુરી તક આપવા માગે છે, ઈચ્છે છે કે તે ઈચ્છે, સમય લે પરંતુ બિહારને જાતિવાદના કુંડાળામાંથી અને અપરાધિક ઈતિહાસમાંથી બિહારને બહાર કાઢે. રાજ્યમાં એકલું ભાજપ જ છે જે બિહારને ઉભું કરવા, મનફાવે તેવી સુરત બદલવામાં તેઓના કામ કરવાની તાકત રાખે છે.

એટલે મોદી અને નીતિશ કુમાર ભલે દેશના ઉંચા પદની ઈચ્છા પાળે, સમર્થનના પોતાના ટેકાને છુપાવી નહીં શકે. પરંતુ આ બન્નેની હાલના નિવેદનો અને કાર્યવાહીઓથી લાગે છે કે તેમને પોતાના પગ નીચે લાગેલી શોલ્ડિરિંગની કોઈ ચિંતા નથી. મોદીએ સંજય જોશીની બાબતમાં પાર્ટી અને આરએસએસના મોટા તબક્કાને નાખુશ કરી લીધા અને ભલે મોહનરાવ ભાગવત નીતિશના નિવેદન બાદ સવાલ કરે કે વડાપ્રધાન પદ પર હિંદુત્વમાં વિશ્વાસ રાખનારા કોઈ કેમ ન બેસી શકે (લોકો ભલે પોતાની સુવિધાથી આનો અર્થ મોદીના નામ પર કાઢે, યાદ રહે કે ભાગવતે મોદીનું નામ નથી લીધું). મોદી હજુ પણ વડાપ્રધાન પદ માટે પરિવારની પસંદ નથી. ત્યાં નીતિશ કુમાર ભાજપને નારાજ કરીને પોતાની સરકારને જોખમમાં નાખવાનો ખતરો લેતા દેખાઈ આવે છે.

એનડીએના આ બન્ને મહારથી જોખમ ઉઠાવીને પણ બે ધ્રુવો પર કેમ ઉભા રહી ગયા છે?

મોદી તો પણ દાવો ઠોકવાનો ખતરો લઈ શકે છે કેમ કે તે ભાજપ જેવા મોટા દળથી છે. પરંતુ નીતિશ શું ચંદ્રશેખર, દેવગૌડા, ઈન્દ્ર કુમાર ગુજરાલ સરકારોનો ઈતિહાસ ભૂલી ગયા છે? ચોક્ક્સ બન્ને નેતા એટલા નવા તો છે જ નહીં. આમ તો રાષ્ટ્રપતિ ચૂંટણીના બહાને મમતા બેનરજી દ્વારા લગભગ નવ વર્ષથી બંધ ગલીમાં જઈ બેઠી ભારતીય રાજનીતિને આઝાદ કરતા જ મોદી અને નીતિશને ખુલ્લી જગ્યા મળી ગઈ છે. મોદી અને નીતિશની પોતાની પાર્ટીઓમાં સૌથી આગળ અપ્રભાવી હોવાથી તેમના માટે મેદાન ખુલ્લુ જ છે. હવે તેમના દાવ-પ્રતિદાવથી નવા રાજકીય સબંધો અને ગઠબંધન બનવાનું નક્કી છે. બીજુ જનતા દળ અન્નાદ્રમુકના ઉમ્મેદવાર પી.એ. સંગ્માને એનડીએના સમર્થન અને મમતા બેનરજીની યૂપીએ સાથે વધતી નારાજગી આંધ્ર પ્રદેશમાં ભ્રષ્ટાચારના આરોપોમાં જેલ થઈ હોવા છતા કોંગ્રેસને મુશ્કેલીમાં મુંકનાર જગન મોહન રેડ્ડીના ફળદાયી કોંગ્રેસ વિરોધથી એનડીએમાં તેના સાથી પક્ષોમાં વધારો થવાનું નક્કી છે. દેશમાં ભ્રષ્ટાચાર તથા મોંઘવારી સામે વધતા આક્રોશમાં ન તો મુલાયમ સિંહ યાદવ, અને ન તો જદ(યૂ) યૂપીએની ડુબતી નાવડી પર સવારી કરી શકે છે, ત્રીજો-ચોથો મોરચો બનાવવાના એક્સપર્ટ ડાબેરીઓ ખુદ વિખરાયેલા છે, પછી તેમની પાસે હવે કોઈ હરકિશન સિંહ સુરજીત પણ નથી. યૂપીએમાં વડાપ્રધાન મનમોહન સિંહ લાચાર છે તો રાજકુમાર રાહુલ શ્રીહીન. અને સોનિયા ગાંધીએ ભારે આર્થિક સંકટ હોવા છતા પોતાની સરકારને કામ કરતા દેખાડવાની કોઈ પહેલ કરી નથી. એટલા માટે નક્કી માની લેજો કે રાજનીતિના કુંડાળામાં ઘણો ઉબાળ આવવાનો છે. પરંતુ પકવાન ક્યું બનીને તૈયાર થશે અને આને બનાવનારો કોણ હશે તે તો જનતા જ કરશે.




 
 
 

Your Opinion
 
 
Code:
10 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment