એક કેથોલિક નન દ્વારા પોતાની આત્મકથામાં કોન્વેન્ટની નનોના સેક્સ જીવન પર લાગેલા કઠોર પ્રતિબંધ અને બેહદ સખત કાયદા સંદર્ભે લખ્યાના એક વર્ષ બાદ જ એક ભૂતપૂર્વ કેથોલિક ફાધરે પોતાના પુસ્તકમાં પુરોહિતોના સેક્સ જીવન અને શિક્ષણ સંસ્થાઓમાં હોમોસેક્સ્યુઅલ સંબંધોનો ખુલાસો કર્યો છે. આ નવા પુસ્તકમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કેવી રીતે શિક્ષ સંસ્થાઓમાં નાણાંનો ખેલ થાય છે અને સમલૈંગિક સંબંધ બને છે તથા નનોનું શોષણ કેટલાં હદે થાય છે?
11 વર્ષ સુધી કેથોલિક સમુદાયના પુજારી રહેલા કે. પી. શિબુ કલમપરમબિલે પોતાના પુસ્તક ‘હિયર ઈઝ ધ હાર્ટ ઓફ અ પ્રિસ્ટ’માં કેથોલિક સમુદાયમાં પોતાના જીવન બાબતે લખ્યું છે. શિબુએ પાદરિયો દ્વારા નનો અને સમુદાયના અન્ય લોકોના શારીરિક શોષણનો ખુલીને ઉલ્લેખ કર્યો છે. શિબુ લખે છે કે સમલૈગિકતા અને બ્લૂ ફિલ્મો પાદરીઓના જીવનનો ભાગ બની ગયા છે. નનો અને પાદરીઓનો એક ખાસ વર્ગ માત્ર વિલાસિતા અને નાણાં માટે જ આ પદને પસંદ કરે છે. એટલું જ નહીં, શિક્ષણ સંસ્થાઓમાં પણ નાણાંના ગોટાળા મોટાં સ્તરે થાય છે.
શિબુ લખે છે કે પાદરીયોની પાપ-સ્વીકારોક્તિ સાંભળ્યા બાદ તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે લગભગ 60 ટકા પાદરીઓ નનો, વિધાવાઓ અને સમાજની સ્ત્રીઓ સાથે સેક્સ સંબંધ રાખે છે. શિબુએ પુસ્તકમાં એક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે ખુદને બ્રહ્મચારી ગણાવતા મોટાભાગના પાદરી સેક્સ કરે છે. શિબુએ પોતાની આત્મકથામાં એ આરોપ પણ લગાવ્યો છે કે કેટલાંક પાદરી બાળકો અને મહિલાઓની ગરીબીનો ફાયદો તેમનું શારીરિક શોષણ કરીને ઉઠાવે છે.
ગત વર્ષ આવેલા સિસ્ટર જેસ્મીના પુસ્તક ‘આમીન, એક નન કી જીવની’માં નનોના જીવનની આલોચના કરવામાં આવી હતી. નનો અને પાદરીઓના જીવન પર નવું પુસ્તક લખનારા 39 વર્ષીય શિબુ 24 વર્ષોથી કેથોલિક સમુદાય સાથે જોડાયેલા છે. તેઓ 13 વર્ષ સુધી સેમિનરીમાં ભણ્યા અને પછી 11 વર્ષ સુધી પાદરી રહ્યાં હતા. આ વર્ષે માર્ચમાં કેથોલિક સમુદાયને છોડનારા શિબુ આ સમયે દોહામાં ઈન્ડિયન સ્કૂલમાં ભણાવે છે. તેઓ કોચ્ચિ નજીકના અંગામૈલીના મૂળ વતની છે.