Divya Bhaskar
NATIONAL NEWS
Home » National News » Recent Controversies » Prezs Son Calls Protesting Women 'dented And Painted'

રાષ્ટ્રપતિના પુત્રએ મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ

Agency, Kolkata | Dec 27, 2012, 16:18PM IST
રાષ્ટ્રપતિના પુત્રએ મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ

રાષ્ટ્રપતિના પુત્રે કહ્યું, દેખાવો પછી મહિ‌લાઓ સજીધજીને ડિસ્કો થેકમાં જતી હોય છે- જે મુદ્દા પર વડાપ્રધાન અને દેશ ચિંતિત છે તેના પર પ્રણવના સાંસદ પુત્રનું વિવાદાસ્પદ નિવેદન- આ તો કોંગ્રેસની બુદ્ધિનું દેવાળિયાપણું છે: ભાજપ
વિદ્યાર્થિ‌ની પર થયેલા સામૂહિ‌ક દુષ્કર્મ સામેના વિરોધમાં દિલ્હીમાં દેખાવ કરી રહેલી મહિ‌લાઓને 'હાઇલી ડેન્ટેડ એન્ડ પેઇન્ટેડ’(રાતે ડીસ્કો થેકમાં જવું અને દિવસે કેન્ડલ લાઇટ માર્ચ કાઢવી)તરીકે વર્ણવતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિતના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. જોકે, ભારે વિરોધ થતાં અભિજિતે માફી માગી શબ્દો પાછા ખેંચ્યા હતા.જાંગીપુરના સાંસદ અભિજિત મુખરજીએ એક સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે રેલીઓમાં વિદ્યાર્થીઓનાં નામે આવી રહેલી સુંદરી, સુંદરી મહિ‌લા હાઇલી ડેન્ટેડ એન્ડ પેઇન્ટેડ છે. એટલે કે આ સુંદર મહિ‌લાઓ રાતે ડીસ્કોથેકમાં જાય છે અને દિવસે કેન્ડલ લાઇટ રેલીઓમાં ભાગ લે છે.ભાજપે આ નિવેદનના પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે તે કોંગ્રેસની બુદ્ધિનું દેવાળિયાપણું દર્શાવે છે. જ્યારે ટકોર કરી હતી કે અભિજિતને તેમની ભૂલ સમજાઈ છે. અભિજિતે જણાવ્યું હતું કે દિલ્હીમાં આજકાલ મૂળભૂત રીતે જે બની રહ્યું છે. તે 'પિન્ક રીવોલ્યૂએશન’ જેવું છે. જેમાં મૂળ વાસ્તવિકતા સાથે નહિ‌વત જેવો સંબંધ હોય છે. દિલ્હીમાં આંદોલન કરી રહેલી મહિ‌લાઓ અંગેના અભિજિતના નિવેદને ભારે વિરોધ અને રોષ ફેલાવ્યો હતો. એટલું જ નહિ‌, તેમનાં બહેન શર્મિ‌ષાએ પણ આઘાત અને ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાના ભાઇ અભિજિત વતી માફી માગી હતી.અભિજિતે કહ્યું - હું પોતે જ જવાબદાર, બહેન બોલી - અમારું કુટુંબ એવું નથીપિતાને વિવાદમાં શા માટે ઘસડયા ? જોકે હું માફી માગું છું :
લોકોની લાગણી ઘવાશે તેવી ખબર હોત તો આવું ન કહ્યું હોત. હું માફી માગું છું. મારા પિતાને આ વિવાદમાં ઘસેડવા ન જોઈએ. હું કંઈ બાળક નથી. મારા કામ માટે હું પોતે જ જવાબદાર છું. મેં મારા પક્ષને પણ કહી દીધું છે કે હું રાજીનામા માટે પણ તૈયાર છું. - અભિજિત મુખરજી, રાષ્ટ્રપતિના પુત્ર અને કોંગ્રેસી સાંસદપપ્પા પણ ખૂબ જ ક્ષોભ અનુભવી રહ્યા હશે :મને ખૂબ જ આઘાત લાગ્યો છે...એક બહેન હોવાને નાતે તમામ મહિ‌લાઓની માફી માગું છું.’ મારા પિતાને પણ અભિજિતનાં નિવેદનથી ખૂબ ક્ષોભ થઈ રહ્યો હશે. એટલું ચોક્કસ છે કે તેઓ આ વાત સાથે ક્યારેય સંમત ન થઈ શકે. અમારું કુટુંબ આવું નથી. - શર્મિ‌ષ્ઠા મુખરજી, રાષ્ટ્રપતિનાં પુત્રીસરકાર દુષ્કર્મીઓનાં નામ, સરનામાં, ફોટા ઈન્ટરનેટ પર મૂકશે :કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાને કરેલી જાહેરાત :હવે દેશભરના દુષ્કર્મીઓની ઓળખ જાહેર કરવામાં આવશે. સરકારે દુષ્કર્મીઓનો ડેટા તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આમાં તેમનાં નામ, ફોટો અને સરનામાં મૂકવામાં આવશે જેથી લોકો તેમના વિશેની જાણકારી મેળવી શકે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન આરપીએન સિંહે ગુરુવારે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અપરાધ રેર્કોડ બ્યુરોને ડિરેક્ટરી બનાવવાની સૂચના આપવામાં આવી છે. ટૂંકમાં જ સંપૂર્ણ માહિ‌તી બ્યુરોની વેબસાઈટ પર મૂકવામાં આવશે. રાજ્યોની પોલીસને પણ દુષ્કર્મીઓની જાણકારી પોતપોતાની વેબસાઈટ પર મૂકવા તાકીદ કરવામાં આવી છે.કડક પગલાં સૂચવતી સમિતિ :સંસદની સ્થાયી સમિતિએ ગૃહમંત્રાલયને કરેલા નિર્દેશમાં જણાવ્યું હતું કે તે મહિ‌લાઓ સામેના ગુનાઓ રોકવા માટે તાકીદે સખત પગલાં ઉઠાવે. ગુરુવારે સમિતિની પહેલી બેઠક મળી. સભ્યોએ દિલ્હી પોલીસની આકરી ઝાટકણી કાઢી. તૃણમૂલની કાકોલી ઘોષે જણાવ્યું કે ગૃહ મંત્રાલયે મહિ‌લાઓના વિશેષ દળ બનાવવા જેવાં પગલાં ભરવાં જોઇએ.

 


વધુ અહેવાલ વાંચવા તસવીર સ્ક્રોલ કરો...

 

  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 4

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment