મમતા બેનરજી ગર્જના કરે છે, તો તેને એકલો કોંગ્રેસ પક્ષ જ સાંભળતો નથી. ઘણા બધા લોકો સાંભળી લે છે. ખરેખર મમતાનો સ્વાભાવિક સૂર થોડોક ઊંચો છે. તેઓ પોતાની ઓફિસમાં બેસીને જે વાત કરે છે અથવા નેતાઓને ધમકાવે-ફટકારે છે, તે બહાર રાહ જોઇ રહેલા લોકો સ્પષ્ટ રીતે સાંભળી લે છે, પરંતુ હવે દીદીએ પોતાના રૂમમાં સાઉન્ડપ્રૂફ બારણું લગાવી દીધું છે. તે પણ પહેલી જાન્યુઆરીએ. ન્યૂ યર રિઝોલ્યુશનની જેમ. હવે ખતરો માત્ર દીવાલોના કાનથી છે.
ટેલેન્ટેડ સીએમ
મમતા બેનરજીનાં માતાના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરવા માટે ભાજપના બે પ્રવકતા- રાજીવ પ્રતાપ રૂડી અને શાહનવાઝ હુસેન કોલકાતા ગયા હતા. મમતા સાથે તેમની મુલાકાત રાઇટર બિલ્ડિંગમાં સીએમના મુલાકાતીના રૂમમાં થઇ હતી. અહીં મમતાએ બનાવેલાં પેઇન્ટિંગ્સ લાગેલાં છે. રૂડીએ મમતાને આવું એક પેઇન્ટિંગ કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં રાખવાની માગણી કરી હતી. મમતાએ હા પાડી દીધી અને ૧૫ દિવસમાં ખાસ રીતે પેઇન્ટિંગ મોકલી દેવામાં આવ્યું. હવે તે સ્ટાર લાઉંજમાં લાગેલું છે અને કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં કોઇ મુખ્યપ્રધાને બનાવેલું પ્રથમ પેઇન્ટિંગ છે. તેને કહેવાય છે ટેલેન્ટેડ સીએમ.
ભાજપનું ટેલેન્ટ
આમ તો ટેલેન્ટ ભાજપના મુખ્યપ્રધાનોમાં પણ ઓછું નથી. તેઓ પેઇન્ટિંગ કેવું બનાવે છે, તેની તો ખબર નથી, પરંતુ મસૂરીમાં લાલબહાદુર શાસ્ત્રી વહીવટી અકાદમી (જ્યાં આઇએએસ અધિકારીઓની ટ્રેનિંગ થાય છે)માં ભાજપના મુખ્યપ્રધાનોને રાજકીય સુશાસન અંગે ભાષણ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા અને ધ્યાનથી સાંભળો, વાત નરેન્દ્ર મોદીની થઇ રહી નથી. આ વાત શિવરાજ ચૌહાણ અને ડોક્ટર રમણસિંહની છે.
પોલિટિક્સ પ્રસાદ
‘રાજનીતિ’ એટલે ‘પોલિટિકસ’ થાય છે. પરંતુ શું ‘પ્રસાદ’ એટલે ‘બલિનો બકરો’ જ થાય છે? આ વખતે રાજ્યસભામાં લાલુના સાંસદ રાજનીતિ પ્રસાદજી, પોલિટિકલ ‘પ્રસાદ’ બનતા-બનતા રહી ગયા. લોકપાલ બિલ પર હંગામો કરવો, બિલ છીનવું-ફાડવાની રસમ પૂરી કરવી અને લાલુગીરી કરવાની જવાબદારી તેમને આપવામાં આવી હતી. લાલુજી વિઝિટર્સ ગેલરીમાંથી સમગ્ર સુપરવાઇઝરી અડધી રાત સુધી કરતા રહ્યા. પ્રશ્ન એ હતો કે, બિલકુલ જુનિયર રાજનીતિ પ્રસાદ જ કેમ? જવાબ પછી મળ્યો. તે એમ છે કે, લાલુજીના રાજ્યસભામાં કુલ ચાર સભ્યોમાંથી રાજનીતિ પ્રસાદનો કાર્યકાળ માત્ર એપ્રિલ સુધી છે. પોલિટિકસ એમ છે કે, જો લાલુગીરી કરીને તેમનો પ્રસાદ એટલે... ‘ચઢી જાય, તો કોઇ ખાસ નુકસાન ન થાય’.
સડકની રાજનીતિ
ઉત્તરાખંડના સીએમ મેજર જનરલ ભુવનચંદ્ર ખંડૂરી વિધાનસભા ટિકિટોનો નિર્ણય કરાવીને દિલ્હીથી નીકળ્યા, તો તેમણે વિમાન માર્ગને બદલે સડકના માર્ગે જવાનો નિર્ણય કર્યો. કહેવામાં આવ્યું કે, બધા જ હાઇવે તેમના જ રાજમાં બન્યા હતા અને તેથી તેઓ સ્થિતિનો તાગ મેળવવા માગતા હતા, પરંતુ વિરોધી કહી રહ્યા હતા કે, જનરલ સાહેબને તો ખબર હતી કે, નારાજ કાર્યકરો વિમાની મથકે ઘેરાવ કરી શકે છે. હવે તેમની પાસે તો કોઇ પોલિટિકલ પ્રસાદ નથી, તેથી પોતે જ જવું પડ્યું.
દેવી મળે તો પ્રસાદ ચઢે
અને કેટલાક પોલિટિકલ પ્રસાદ એવા હોય છે કે જેને ચઢ્યા વિના જ ચઢ્યા બરોબર માની લેવામાં આવે છે. પ્રવાસી ભારતીય સંમેલનમાં કેન્દ્રીય નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ભારતીય અર્થવ્યવસ્થા પર સંખ્યાબંધ સ્પષ્ટતા આપી. એક વ્યક્તિએ પૂછી લીધું કે નાણાક્ષેત્રમાં મહિલાઓને આગળ વધારવા માટે શું કરી રહ્યા છો. પ્રણવને તો મનગમતી તક મળી ગઇ. તરત જ બોલ્યા- હું મારા સ્થાને કોઇ મહિલાને નાણામંત્રી બનાવવા તૈયાર છું. જવાબ અપાઇ ગયો. હવે શોધો કોઇ મહિલા. આજ સુધીમાં માત્ર ઇન્દિરા ગાંધી દેશના મહિલા નાણાપ્રધાન રહ્યા છે, અને તો પણ મોરારજી દેસાઇએ રાજીનામું આપ્યા પછી તક મળતા.
માયાવી રાજકીય પ્રસાદ
અને હવે માયાવી રાજકીય પ્રસાદની. ઓછામાં ઓછું ઉત્તરપ્રદેશમાં માયાવતી પત્રકારોને પ્રશ્નો પૂછવાની તક નથી આપતા. તેઓ પત્રકાર પરિષદમાં લખેલું નિવેદન વાંચે છે અને જતા રહે છે. પણ ચૂંટણી મોસમમાં પત્રકારો યાદ આવવા લાગ્યા છે. પ્રેસ સાથે વાત કરવા સાંસદ વીર બહાદુરસિંહ અને સુધીન્દ્ર ભદોરિયાને આગળ કર્યા છે. ફરી એકવાર ‘પ્રસાદ માનો..’ ચઢી જાય તો કોઇ ખાસ...!
એક વધુ પ્રસાદ
પ્રસાદના મહિમા વિષે વધુ શું કહેવું. રાજ્યસભામાં એક રવિશંકરપ્રસાદ છે, ભાજપવાળા. કોંગ્રેસના રાજીવ શુક્લાના ભાષણ વખતે ટોકાટોકી કરી રહ્યા હતા. રાજીવ શુક્લા તેમના બનેવી છે. પણ દેખા દેખી વિનય કટિયાર પણ ટોકાટોકી કરવા લાગ્યા. રાજીવ શુક્લા રવિશંકરપ્રસાદ દ્વારા થતી ટોકાટોકીને તો સહેતા રહ્યા પણ કટિયારને ટકોર કરી કહ્યું - તમે તો મારા મિત્ર છો. તમે અમારા વચ્ચે શા માટે બોલી રહ્યા છો?’ સાચી વાત છે. આખરે તે વિનય કટિયાર છે. વિનયપ્રસાદ કટિયાર થોડા છે.
સિબ્બલના મૌનનું રહસ્ય
બદનામ થયા તો શું થયું. માયાવતીના હાથી સાથે પણ એ જ થઇ રહ્યું છે. ચૂંટણીપંચે પાકર્સમાં આવેલી હાથીઓની પ્રતિમાને ઢાંકવાના આદેશ આપીને તેમને વધુ પ્રચાર અપાવી દીધો છે. પંચ હવે આગળ વધે તો શું થાય? અજિતસિંહના પક્ષનું ચિહ્ન હેન્ડપંપ છે. મુલાયમના પક્ષનું ચિહ્ન સાઇકલ છે. તે વખતે ચૂંટણીપંચ શું કરશે? બધા આ જ વાત કરે છે. કપિલ સિબ્બલને બાદ કરતા ભાઇએ સોનિયા ગાંધી વિષે ઇન્ટરનેટ પર પડેલી સામગ્રી પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેના કારણે તે વળી વધુ હિટ થઇ ગઇ હતી.
એનઆઇસી ડોટ આઉટ!
એનઆઇસી ડોટ ઇનથી આપ પરિચિત હશો. નેશનલ ઇન્ફોર્મેટિવ સેન્ટર. ભારતની સરકારી વેબસાઇટ. ઘણું મોટું નામ છે. પણ હવે ખાડામાં જઇ રહી છે. વધુ પડતું કામ આઉટસોર્સિંગ પર છે. કોઇ નવા અધિકારી, નવા વિજ્ઞાની તેની સાથે સંકળાવા તૈયાર નથી. કોઇ નવો વિચાર, નવું કામ નહીં. પાંચ વર્ષથી એક જ મહાનિદેશક જામેલા છે. બે વાર એક્સટેન્શન મળી ચૂક્યું છે. બીજીવાર માત્ર ચાર દિવસમાં મળી ગયું. પણ ખતરાની વાત એ છે કે વિદેશી કંપનીઓ હવે અહીંના લોકોની મહત્વાકાંક્ષાઓનો ઉપયોગ કરવાની ફિરાકમાં છે. અહીંથી વિજ્ઞાનીઓ મોટા પાયે પલાયન થઇ શકે છે.