તમને ખબર છે ને પીએમ આસામથી રાજ્યસભાના સભ્ય છે અને આ કારણે તેમનું નામ આસામની મતદારોની યાદીમાં છે. આસામ ચૂંટણીમાં પીએમ મત આપવા નહોતા ગયા. વાત આટલેથી અટકતી નથી, પરંતુ અહીં થી જ શરૂ થાય છે. પીએમએ મત ન આપ્યો તેને નરેન્દ્ર મોદીએ મુદ્દો બનાવી દીધો. કોંગ્રેસે પીએમનો બચાવ કરવા માટે પ્રવકતા અભિષેક મનુ સિંઘવીને આગળ કર્યા. એક વોટમાં શું ફેર પડે છે એમ કહીને સિંઘવીએ ગજબ કરી દીધો. સિંઘવી જ્યારે આ વિચાર વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી ડૉ. આંબેડકરનો ઉલ્લેખ કરીને મત આપવાના અધિકાર અંગે કહી રહ્યા હતા. જોઈએ હવે કોંગ્રેસ કોને આગળ કરે છે.
ભ્રષ્ટાચારનું તીર્થ
એક આઈડિયા છે, ટૂરિઝમવાળા માટે. ભ્રષ્ટાચાર ટૂરિઝમનો પ્લાન ઘડી તો કેવું રહે. આવો, અતુલ્ય ભારત જુઓ. આ પ્રકારનો ભ્રષ્ટાચાર જુઓ અને આવા ભ્રષ્ટાચારીઓને જુઓ. આ સ્વીઝ બેંકવાળા છે, આ સીબીઆઈવાળા છે અને આમને આજદિન સુધી પકડવામાં આવ્યા નથી, આમણે પીએચડી કર્યું છે વગેરે વગેરે. આ આઈડિયા એટલા માટે આવ્યો કારણ કે ટૂરિઝમવાળા બાકી બધું જ વેચી ચૂક્યા છે. સુનામીની તબાહીનું ટૂરિઝમ, અણ્ણા હજારેના ગામનું ટૂરિઝમ, જંતર-મંતર ધરણાનું ટૂરિઝમ. પરંતુ અણ્ણાએ જેલ ભરો આહવાન પાછું ખેંચીને બરાબર કર્યું. ભારતના મધ્યમવર્ગીય ટૂરિસ્ટ જંતર-મંતર તો જઈ શકે છે પરંતુ ટૂરઝિમ પ્લાન તો ભાગ્યે જ કોઈ ખરીદે.
કરપ્શનની કોમર્સ ટૂર
કરપ્શનની ટૂર કોમર્સ મિનસ્ટિ્રીમાં પણ ચાલી રહી છે. રાજસ્થાન કેટરના આઈએએસ અધિકારી શ્યામ અગ્રવાલ જ્યારે જોઈન્ટ સેક્રેટરી કોમર્સ હતા ત્યારે તેઓ એક કંપનીની તપાસ કરવા માટે બેંગલોર ટૂર પર ગયા હતા. એ જ કંપનીના મહેમાન બન્યા. મહેમાનગતિ તો ભારતીય પરંપરા જ છે. વાત અહીં પૂરી નથી થતી. તેમની જ બેચના સીવીઓ રાજીવ ખેરે એનઓસી પણ અપાવી દીધું. સીબીઆઈએ કોમર્સ સેક્રેટરીને ચિઢ્ઢી લખી અને ભાંડો ફૂટી ગયો. જોઈએ હવે શું થાય છે.
બધી દાળ જ કાળી
કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના ભાંડામાં ફૂટવા લાયક બીજું પણ ઘણું છે. આ મંત્રાલયની કૃપાથી કોલકાતાની એક કંપનીને દાળની આયાતનો કોન્ટ્રાકટ મળ્યો. કંપનીએ મન મૂકીને દાળ આયાત કરી, ગોડાઉનો રાખ્યાં અને ગાયબ પણ થઈ ગઈ. ચુકવણીનો વારો આવ્યો તો ગોડાઉન ખાલી મળ્યાં અને એવામાં જ કંપનીએ દેવાળુ ફૂંકર્યું. આ છે અસલ કોમર્સ. ટૂરનો એક પડાવ આ પણ છે.
આ ‘સી’થી બચાવો
કરપ્શન, કોમર્સ, સીબીઆઈ. કંઈ દેખાયું તમને? ત્રણેયના સ્પેલિંગ ‘સી’થી શરૂ થાય છે. પરંતુ જો આપ મધ્યપ્રદેશ જાવ તો ત્યાં તમને ચાર ‘સી’ જોવા મળશે. પહેલો સી એટલે સીડી, બીજો સી એટલે કોલગર્લ, ત્રીજો સી એટલે કોર્ટ જ્યાં તમામ જનહિતની અરજીઓ ચાલી રહી છે અને ચોથો સી એટલે કરપ્શન. કોઈ નેતા કે અધિકારી સામે ‘સી’ભર પણ કહી દો તો સ્થિતિ પાંચમા સી એટલે કે ચોપટ (બરબાદ) જેવી થઈ જાય છે. ટૂર સારી જામશે.
વધુ બે ‘સી’
‘સી’ની હજુ પણ એક જોડી છે. હાઈકોર્ટોમાં અંદાજે ૬૦-૬૫ જજ સાહેબ (અંકલ જજ) એવા છે, જેમના ભાઈ-ભત્રીજા ત્યાંજ પ્રેક્ટિસ કરે છે. તેમની બદલી થવાની છે માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમને ઘણી મહેનત પડી રહી છે.
હીરો હજારે!
જેલ ટૂરિઝમનો વિચાર ભલે પાછો ખેંચી લેવાયો હોય, પરંતુ અણ્ણા હજારે સાથે લોકોએ માર્કેટિંગ કરવામાં કોઈ કમી રાખી નથી. અણ્ણાની પ્રેસ કોન્ફરન્સ પહેલાં પ્રેસ ક્લબમાં દેવ આનંદની ફિલ્મ ‘ગાઈડ’ બતાવાઈ રહી હતી. એ જ જેમાં દેવ આનંદ ગામડાનું કિસ્મત બદલવા માટે ભૂખ હડતાળ કરે છે. લોકોએ પૂછ્યું કે શું અણ્ણા હજારેને દેવ આનંદ બતાવવાની કોશિશ ચાલી રહી છે? આ અંગે આયોજકોને કંઈક સમજાયું અને તેમણે તુરંત ફિલ્મ બંધ કરી દીધી.
રેણુકાની હિંમત
અણ્ણાની ભૂખ હડતાળ દરમિયાન તેનાથી પણ ગરબડભર્યું માર્કેટિંગ કોંગ્રેસનું હતું. ટીવી સામે આવવા માટે પહેલાં તો કોઈ વક્તા કે પ્રવક્તા રાજી ન થયા. જેમ-તેમ કરીને રેણુકા ચૌધરીને શોધી લાવ્યા, જે સામા પક્ષ તરફથી ટીવી પર આવ્યાં. રેણુકા ચૌધરી કોંગ્રેસની ટીકા તો ન રોકી શક્યાં પરંતુ તેમણે હિંમત ગજબની બતાવી હતી. બાદમાં દિગ્વિજય પણ રેણુકા ચૌધરીના પગલે જ આગળ વધ્યા. એ જ કે નેતાઓને સામાન્ય જનતા તરફથી બોલવાનો પણ હક છે.
ખુદા ખૈર કરે
વાત માત્ર ચામડી બદલીને ઘેટાઓના ટોળામાં સામેલ થવાની નથી. કોંગ્રેસ મેનેજમેન્ટ કરપ્શનના ફુગ્ગામાં પિન મારવા માટે રાત-દિવસ એક કરી રહ્યું છે. તમામ અધિકારીઓને આદેશ આપી દેવાયા છે કે તેઓ ૩૧ મે એટલે કે લોકપાલ બિલ આવે ત્યાં સુધીમાં સંપત્તિ જાહેર કરે નહીંતર પ્રમોશન નહીં થાય. આજ રીતે ૨-જી સ્પેકટ્રમ કૌભાંડ મામલે સીબીઆઈને કહેવાયું છે કે તેઓ જલદીમાં જલદી એટલે કે જોશીની પીસી કંઈ કરે તે પહેલાં પોતે કંઈક કરી બતાવે. શું જમાનો આવ્યો છે? સીબીઆઈને કામ કરવાનું કહેવાઈ રહ્યું છે. ખુદા ખૈર કરે!
સંકટમોચકનું સંકટ
વધુ એક સંકટ અને એ પણ સૌથી મોટા સંકટમોચક પ્રણવદાની સામે. પ્રણવદાનો પુત્ર પશ્ચિમ બંગાળમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છે અને એ પણ એવી બેઠક પરથી જ્યાં કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી. સલમાન ખુરશીદ અને શશી થરૂરે ત્યાં પ્રચારની રજુઆત કરી. કોઈ બીજું સંકટ હોત તો વાત ઠીક છે, પરંતુ મામલો દીકરાની ચૂંટણીનો છે અને પ્રણવદાએ ‘બહારના’ લોકો પાસેથી પ્રચારનો પ્રસ્તાવ ઠુકરાવીને સંકટ ટાળી દીધું.
વધુ એક એસઆઈટી?
રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બ્લેક મની માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર.સી. લાહોટીની અધ્યક્ષતામાં એક એસઆઈટી રચવાની તૈયારીમાં છે.
ટેલેન્ટનો મામલો છે
જૂના હોમ મિનસ્ટિર ગવર્નર બની ગયા. આથી હોમ સેક્રેટરી પણ લેફ્ટેનન્ટ ગવર્નર બની શકે છે. કેબિનેટ સેક્રેટરીને અમેરિકામાં રાજદૂત બનાવવાની ચર્ચા ચાલી રહી છે. પોત-પોતાનું ટેલેન્ટ હોય છે!