Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Power Gallery
 

પાવર ગેલરી: મામુ અમરવાણી થઈ ગઈ

 
Source: Agency,   |   Last Updated 11:04 PM [IST](10/02/2012)
 
 
 
 
 
મામુ અમરવાણી થઈ ગઈ

ફિલ્મી ‘મામુ’ એટલે કે સંજય દત્ત હાલમાં કોંગ્રેસની સર્કિટમાં છે અને ગઈ લોકસભાની ચૂંટણી દરમિયાન તેને ‘સર્કિટ’ બનાવી સમાજવાદી પાર્ટીમાં લાવીને મહામંત્રી બનાવનાર મામુ એટલે કે અમરસિંહ સમાજવાદી પાર્ટીમાંથી બહાર છે. આ વખતે અમરવાણી ચાલે કે ન ચાલે પણ અમરસિંહ યુપીમાં ઘણી મહેનત કરી રહ્યાં છે. જયાપ્રદાનું પણ તેમને ટેકો છે. આ વખતે મામુ કહે છે કે ઉત્તર પ્રદેશની જનતા મામુ ન બને અને ‘રાજકીય મામુ’થી બચીને ચાલે. પોલિટિકલ ‘મામુ’ એટલે કે ‘મા’ મતલબ કે માયાવતી અને ‘મુ’ મતલબ કે મુલાયમસિંહ અત્રે યાદ રહે કે અમરસિંહના હુમલાની સિર્કટમાં કોંગ્રેસ ક્યાંય નથી.

ગલીએ ગલીએ ગિરધારીલાલ

જયપુરના એક માજી સાંસદનું નામ ગિનિસબુકમાં આવ્યું છે કે તેમણે એક દિવસમાં સૌથી વધુ લગ્નોમાં હાજરી આપી છે. ખેર, હકીકતમાં તો તેઓ જેન્યુઇન વ્યક્તિ હતા, પરંતુ ઉત્તર પ્રદેશમાં લગ્નોની સિઝન અને ચૂંટણીની સિઝન એક સાથે હોવાથી દરેક નેતા ગિરધારીલાલ બની રહ્યા છે. જ્યાં લગ્ન હોય ત્યાં ચૂંટણી ઉમેદવાર વગર બોલાવ્યે પણ પહોંચી જાય છે. કોઇ ખર્ચો નહીં, અનેક મતદારો અને અનેક કાર્યકરો સાથે ભોજન પણ મફ્ત. મંડપવાળા, પંડિતો અને ઢોલ નગારાઓ પણ સંપર્ક કરવામાં આવે છે કે ભાઈ જ્યાં લગ્ન હોય તેના સમાચાર અમને જરૂર આપજો. મત માગવાની વિધિ પૂરી કરવાની છે એવું પણ બની શકે છે કે આગામી ચૂંટણીમાં ચૂંટણી પંચવાળા પણ લગ્નોમાં વગર બોલાવ્યે પહોંચી જાય!

આ મણીવાણી છે

અમરસિંહનો તો કિસ્સો તો તમને જણાવ્યો. એવામાં જરૂરી છે કે અમે તમને મણીશંકર ઐય્યરનો કિસ્સો પણ તમને સંભળાવીએ. મણીબાબા સોનિયા ગાંધીની આત્મકથાની તમિલ આવૃત્તિના વિમોચનના કાર્યક્રમમાં હતા. શ્રોતાઓમાં તમિલભાષી એક-બે જ હતા, પરંતુ મણીબાબાએ તમિલમાં જ ભાષણ ફટકાર્યું. તેમનું ધ્યાન દોર્યું તો તમિલ ભાષાના ઐતિહાસિક મહત્વ વિશે પ્રવચન આપી દીધું અને પછી અંગ્રેજીમાં બોલ્યા. કોઇએ કહ્યું કહ્યું કે જો તમને કોઇ ભાષા સમજમાં ન આવતી હોય અને એ ભાષામાં ભાષણ સંભળાવામાં આવે તો તે એક મનોરંજન બની જાય છે, પરંતુ મણીબાબા કરે પણ શું? કારણ કે તેમની સાથે તો કોઇ જયાપ્રદા તો હતી નહીં. બધા કામ તેમણે જાતે જ કરવા પડે છે.

રેણુજી, ભાઈએ ફરમાવ્યું છે કે...

આત્મસ્લાધાનો વધુ એક કિસ્સો જાણો. રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવામાં સમગ્ર કોંગ્રેસ અને અન્ય ઘણાં લોકો વ્યસ્ત છે, પરંતુ ભાજપના સૈયદ શાહનવાજ હુસેન આ કામ જાતે જ કરવું પડે છે. શાહનવાજ સામાન્ય સભાઓમાં કહે છે કે જો રાહુલ ગાંધી યુવાન છે તો તેઓ ક્યાં વૃદ્ધ છે. રાહુલ ગાંધીની જન્મ તારીખ ૧૯ મે ૧૯૭૦ છે તો તેમની જન્મતારીખ ૧૨ ડિસેમ્બર ૧૯૬૮ છે. એનો એર્થ એ થયો કે રાહુલથી તેઓ માત્ર ૧૮ મહિના અને ૭ દિવસ મોટા છે, પરંતુ તેઓ એટલા માટે વૃદ્ધ દેખાય છે કે ઘણાં વર્ષ અગાઉ તેમના લગ્ન રેણુ શર્મા સાથે થઈ ચૂક્યા છે અને ઘર- પરિવારનું ટેન્શન હોય છે જ્યારે રાહુલના લગ્ન થયા જ નથી. ખબર નહીં જો આ ટેપ ઘરે પહોંચી જશે તો શાહનવાજ ફરી કેટલા વૃદ્ધ દેખાવા માડશે.

પાકિસ્તાનમાં રાજનીતિપ્રસાદ ઈન

આરજેડીના રાજનીતિ પ્રસાદ તમને યાદ હશે અમે પણ રાજનીતિ પ્રસાદોની મહિમા તમને સંભળાવી હતી. લોકપાલ વિધેયકની ચર્ચા દરમિયાન રાજ્યસભામાં તેમણે વિધેયકના કાગળ ફાડીને ફેંકી દીધા હતા. આ તેમની લાઈફટાઈમ એચિવમેન્ટ સિદ્ધિ છે. હાલમાં જ રાજનીતિ પ્રસાદ એક સંસદીય પ્રતિનિધિ મંડળમાં પાકિસ્તાન ગયા. બધાને મળ્યા. પ્રતિનિધિ મંડળ પાકિસ્તાની સંસદ તરફ જઈ રહ્યું હતું ત્યારે કોઇએ તેમને ટોક્યા કે ભાઈ અહીં કાગળોથી દૂર રહેજો, ફાડીને ફેંકશો નહીં. રાજનીતિ પ્રસાદ માની ગયા. આમ તો વિદેશ પ્રવાસ સમયે કાગળથી વિદેશમંત્રી એસ. એમ. કૃષ્ણાએ તો દૂર રહેવા માગે છે. ખબર નહીં કયો કાગળ ‘મેડ ઈન પોર્ટુગલ’ નીકળી આવે.

‘તો બોલોગે કી બોલતા હૈ...’

ભાજપ સાંસદ નવજોત સિંહ સિદ્ધુની ભાષણ શૈલી શાનદાર છે અને યુનીક પણ છે. આ વખતે તેમની પત્ની અને તેઓ પણ નવજોત (કૌર) છે, વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. બન્ને નવજોત તેમના પુત્રની સાથે મત આપવા ગયા હતાં. પત્રકારો એ કરણને પુછયું મમ્મી અને પપ્પામાં શું અંતર છે. કરણે જવાબ આપ્યો મમ્મી શાંત છે અને પપ્પા બહુ જોરથી બોલે છે. જો કે આ પ્રશ્ન પર પપ્પા નવજોત ચુપ રહ્યા. શું બોલ્યા હોત ?

રુદન સભા

ભાજપને ભરોસો છે કે આ વખતે મણપિુર વિધાનસભા તેને ત્રણથી ચાર બેઠકો મળશે. ખાસ વાત એ છે કે આશાવાદી આ ચાર ઉમેદવારોમાં બહુમતિ મતઇ એક પણ નથી. આ ઉમેદવારોમાંથી એક મુસ્લિમ છે, મયાંગ ઇમ્ફાલથી મૌલાના અબ્દુસ સલામ. પક્ષ પર ભારી પ્રકાશ જાવડેકરની હાજરીમાં સલામની જાહેર સભા થઇ અને જાવેડકરે જોઇ હેરાન રહી ગયા કે લોકો તાળી કે સુત્રોચ્ચાર કરવાને બદલે જોર જોરથી રડી રહ્યા છે કારણ પુછ્યું તો જાણવા મળ્યું કે મૌલાના ખુબ જ લાગણીશીલ ભાષ્ષણ આપ્યું હતું તેઓ ખુબજ લોકપ્રિય છે છતાં ચૂંટણી જીતી શક્યા નથી.

કુરેશીનું સ્થાન માથુર લેશે

વર્તમાન મુખ્ય ચૂંટણી કમશિ્નર એસવાય કુરેશીની સેવા નિવૃત્તિ પછી તેમનું સ્થાન હાલના ડીરેકટોરેટ માં પ્રવૃત્ત ડીરેકટર અરુણ માથુર નિયુકત થઇ શકે છે. ઇડી અધિકારી તપાસના ઘેરામાં એવી ચર્ચા છે કે ડીરેકટોરેટના એક વરિષ્ઠ અધિકારીની સામે વિજિલન્સ પંચની તપાસ શરૂ થઇ ગઇ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.