કોંગ્રેસના યુવરાજ પોતાના મિશન ઉત્તરપ્રદેશમાં એવા ડૂબી ગયા છે કે, તેમને ન સંસદ સત્ર કે અન્ય કોઇ ચીજનું પણ ભાન નથી. માયાવતી આ બાબતે કટાક્ષ પણ કરી ચૂક્યા છે પરંતુ ખરેખર મુશ્કેલી યુવરાજના સાથીદારોને થઇ રહી છે. ખરેખર ક્રિસમસ નજીક છે અને સાથીદારોને પરિવાર સાથે ક્રિસમસ મનાવવાનો ઇન્તેજાર છે. બધા જ યુવરાજ તરફ જોઇ રહ્યા છે અને યુવરાજ યુપીમાં જ રોકાયેલા છે. ન ક્રિસમસ સ્થગિત થઇ શકે છે અને ન તો ચૂંટણીઓ.
બાંગ્લા રમત -
વોટ મુખરજીનો, વીટો બેનરજીનો, પશ્ચિમ બંગાળના આ બે મહારથીઓ- પ્રણવ મુખરજી અને મમતા બેનરજી- વચ્ચેની ફૂટબોલ મેચને દેશના અન્ય ભાગમાં એફડીઆઇવાળું તોફાન કહેવામાં આવે છે. રીટેલમાં એફડીઆઇનો વિચાર પ્રણવ મુખરજીનો હતો, મમતા બેનરજીના વીટોને કારણે તે સફળ ન થયો. જ્યારે વિચાર પડતો મૂકવાની જાહેરાત કરવામાં આવી તો વિરોધ પક્ષો અને વપિક્ષ પ્રકારના સમાજવાદીઓ વગેરે મમતા સુધી તેમની શુભેચ્છા પહોંચાડવા માટે તૃણમૂલના સુદીપ બંધોપાધ્યાયને કહ્યું. સુદીપ બોલ્યા - સંપૂર્ણ શ્રેય મુખરજી અને બેનરજીને મળે છે.
કોઇ (સહારો) ન રહ્યો...
એવી ચર્ચા છે કે, મનમોહનસિંઘ પરમાણુ કરારની જેમ એફડીઆઇ મુદ્દા અંગે પણ આરપાર કરવાના મૂડમાં હતા, પરંતુ મુશ્કેલી એ હતી કે, આ વખતે કોંગ્રેસની મદદ માટે કોઇ અમરસિંહ ઉપલબ્ધ ન હતા. પરમાણુ કરાર પર અમરસિંહના હાથે જ સરકાર બચાવી હતી. (અને મામલો અત્યારે ચાલી રહ્યો છે). હવે અમરસિંહ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. કોંગ્રેસ એક વાર તેમનો ઉપયોગ કરી ચૂકી છે અને (વારંવાર વાપર્યા પછી) મુલાયમસિંહ તેમને ‘થ્રો’ કરી ચૂક્યા છે. જુઓ, સંસદ સત્ર પછી તરત જ એફડીઆઇ અંગે ફરી કંઇક થઇ શકે છે. એક મહત્વની બેઠક યોજાવાની છે.
આવું કેવી રીતે ચાલશે -
આમ પણ સંસદ સત્ર પોતાનો અર્થ ઝડપથી ગુમાવી રહ્યું છે. બીજું તો શું, વપિક્ષને મન ભરીને વોકઆઉટ કરવાની તક મળી રહી નથી. મોંઘવારી અંગે પ્રણવ મુખરજીના જવાબને રટાયેલો ગણાવીને ભાજપ વોકઆઉટ કરવા માગતો હતો, અમુક ડગલાં ભર્યાં પણ, ફરી પરત આવી ગયા. ખરેખર તેમને એફઆઇઆર દાખલ થઇ હોવાછતાં એસ.એમ. ક્રિશ્નાને પ્રધાનપદે ચાલુ રાખવા સામે પણ વોકઆઉટ કરવાનું હતું અને બબ્બે વાર વોકઆઉટ કરવાની શક્યતા ન હતી. લોકશાહી કેવી રીતે ચાલશે?
કંઇક થઇ રહ્યું છે -
સંસદમાં ભલે ચર્ચા ન થઇ શકતી હોય, મેળ-મેળાપ સારો થઇ રહ્યો છે. અંદરની વાત એ છે કે, કોમરેડો અને ભાજપમાં કંઇક એવો તાલમેલ દેખાઇ રહ્યો છે, જેવું વી.પી. સિંહના જમાનામાં હતો. લાલ સલામવાળા ટ્રેડ યુનિયનો સંઘના ભારતીય મજુર સંઘની સાથે મળીને આંદોલનની યોજના બનાવી રહ્યા છે. એવું બની શકે છે કે, કોમરેડ વંદેમાતરમ કહેતા નજરે પડે અને ભાજપવાળા પણ લાલ સલામ કરે.
અને ભારત માતા ગાયબ -
અણ્ણા હજારેની આ વખતના ઉપવાસની તસવીરો શું તમે ટીવી પર ધ્યાનથી દેખી? ગઇ વખતે અણ્ણા ઉપવાસ પર બેઠા ત્યારે તેમની પાછળ ભારત માતાની તસવીરવાળું વિશાળ પોસ્ટર હતું અને તેના કારણે જ દિગ્વિજયને એ કહેવાની તક મળી કે અણ્ણાનું આંદોલન આરએસએસ પ્રેરિત છે, પણ આ વખતે અણ્ણાએ તમામ પક્ષોને આમંત્રણ પણ પાઠવ્યું, એટલું જ નહિ, પણ ભારત માતાના પોસ્ટરની જગ્યાએ માત્ર તિરંગો જ લગાવ્યો હતો.
અસલી બ્રેકિંગ ન્યૂઝ -
જો આર્કમિડીઝ દેશી ટીવી ચેનલ જોઇને મોટા થયા હોત તો યૂરેકાની જગ્યાએ બ્રેકિંગ ન્યૂઝની બૂમો પાડતા હોત, વિશ્વાસ ન આવતો હોય તો કીર્તિ આઝાદને પૂછી લો. લોકપાલના દાયરામાં ગ્રુપ-સીના કર્મચારીઓને બહાર રાખવાનો વિરોધ સંસદીય સમિતિમાં રાહુલ ગાંધીના ખાસ ગણાતાં મીનાક્ષી નટરાજન સહિત ત્રણ કોંગ્રેસીઓએ કર્યો, ત્યારે કીતિg આઝાદ ‘બ્રેકિંગ ન્યૂઝ’ની બૂમો પાડતાં બહાર નીકળી ગયા હતા. વાસ્તવમાં તો ક્રિકેટરોને ‘હાઉઝ ધેટ’ની બૂમો પાડવાની ટેવ હોય છે, પણ કીતિg આઝાદ જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે પણ તેમને આવી ટેવ નહોતી.
જે મારે, તે ભાજપના -
બે જાણીતા સરદારજી ભાજપના સાંસદ છે. એક નવજોતસિંઘ સિદ્ધુ, જેમણે તાજેતરમાં જ નૈલ્લોર જિલ્લામાં એક ટોલ ગેટ પર પોતાની કારના કાચ પર ડંડો પછાડનારા ગાર્ડને માર માર્યો હતો. બીજા છે એસ.એસ.આહલુવાલિયા, જે ગયા સપ્તાહે કોંગ્રેસના રશિદ અલ્વી સાથે ઝઘડતા રહી ગયા. આ અંગે ભાજપના એક વરિષ્ઠ નેતાએ મજાકમાં કહ્યું હતું કે અમારા સરદાર લોકોને મારતા ફરે છે અને કોંગ્રેસના સરદાર ‘પછડાટ’ ખાતા ફરે છે.
મૌખિક પિટાઇ -
ભાજપના સરદારજી નિવેદનબાજીમાં પણ લોકોને માત કરવાનું જાણે છે. એક ખાનગી વિમાન કંપનીના એક વરિષ્ઠ પાઇલટ( જે શીખ હતા)ની ઇટાલીના મિલાન એરપોર્ટ પર પાઘડી ઉતારીને તલાશી લેવાઇ હતી. આ જ એરપોર્ટ પર માર્ચમાં એવા જ હાલ જીવ મિલ્ખાસિંઘના કોચ અમૃતિન્દર સિંઘનો થયા હતા. એસ.એસ.આહલુવાલિયા આ વિષય પર પત્રકાર પરિષદ કરી રહ્યા હતા અને અન્ય વાતોની સાથે તેમણે એ પણ કરી દીધું કે સરદારોનું(એટલે કે વડાપ્રધાનનું) આવું અપમાન ઇટાલીમાં જ કેમ થતું રહે છે? સમજી ગયાને તમે.
મોટાની મોટી વાતો -
લોકસભા સચિવાલયમાં એક બાબતને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કેસ એક ચિત્ર-પુસ્તકનો છે. આ પુસ્તકને તૈયાર કરવામાં ચાર વર્ષ સુધી સખત મહેનત કરાઇ હતી અને તેમાં એટલી બધી ભૂલો છે કે તે ગણવામાં આઠથી દસ વર્ષ લાગી જાય. જેવી કે આજસુધી કોઇ નથી જાણતું કે નેતાજીનું મૃત્યુ ક્યારે થયું હતું, પણ આ પુસ્તકમાં તારીખ લખવામાં આવી છે. આ સંબંધમાં ફરિયાદ પણ થઇ, પણ કેસ એક અફસર શાહ પરિવારનો છે.