તારલાઓની છાયામાં
પશ્ચિમ બંગાળની તસવીરને હવે મોટા તારલાઓની ચમકથી ચમકાવવા તૈયારી ચાલી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં સોફ્ટવેર અને હાર્ડેવેર વિકાસ માટે બે સલાહકાર સમિતિની રચના કરી છે અને બંને સમિતિના અધ્યક્ષ સામ પિત્રોંડાને બનાવવામાં આવ્યા છે. તેઓ વડાપ્રધાનના સલાહકાર પણ છે અને મમતાદીદીના શપથગ્રહણ સમારંભમાં પણ આવ્યા હતા. ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણમૂર્તિને આઇટી પર બનેલી સમિતિના મુખ્ય માર્ગદર્શક બનાવવામાં આવ્યા છે. અમત્ર્ય સેન પ્રેસિડેન્સી વિશ્વવિદ્યાલય દ્વારા બનાવવામાં આવેલા માર્ગદર્શક મંડળના સલાહકાર છે. હાવર્ડ વિશ્વવિદ્યાલયના ઈતિહાસના પ્રોફેસર સુગતો બોસ આ મંડળના અધ્યક્ષ છે. હવે બચ્યું કોણ? પછી કહીશું.
રાજ્ય (પાટ) સુરક્ષિત આહે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ ભલે ગમે તેટલી વાર કહે કે મહારાષ્ટ્ર એક સુરક્ષિત રાજ્ય છે, પરંતુ તેમને ખબર છે કે લોકો તેમને ભાગ્યે જ ગંભીરતાથી લેશે. આખરે તાજેતરમાં જ મુંબઇ હુમલા થયા છે. પણ વાત આની નથી. ચવ્હાણ જાણે છે કે તેમના દાવાઓને તેમના ઘરમાં પણ ભાગ્યે જ કોઈ ગંભીરતાથી લે છે. વાસ્તવમાં મુંબઇ બોમ્બ વિસ્ફોટના માત્ર પાંચ દિવસ પહેલાં જ ચવ્હાણની પત્ની સત્વશીલા તેમના પિયર કરાડથી જલગાંવ જઈ રહ્યાં હતાં ત્યારે તેમનું પર્સ ચાલતી ગાડીમાં ચોરાઈ ગયું હતું.હવે કહો?
દિગ્વિજયનું અમર ગીત
કલમાડીએ પોતે જ પોતાને પ્રમાણપત્ર આપ્યું છે કે તેમનું મગજ પૂરી રીતે બરોબર છે. તે પહેલાં પુણેમાં દિગ્વિજયે કલમાડીને પ્રમાણપત્ર આપ્યું હતું કે કલમાડી નિર્દોષ છે. પરંતુ દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં દિગ્વિજયે (જુઓ કેવા કેવા દિવસ આવે છે)પોતે આપેલા પ્રમાણપત્રનું વિમોચન એમ કહીને કર્યું કે ‘૨૪, અકબર રોડ, પર એક સિંડ્રોમ ચાલી રહ્યું છે-એમકેએચ સિંડ્રોમ. અથૉત -‘મારું શું થશે’. કવિએ આગળ કહ્યું- ‘ક્યારેક કંઈક થઈ જાય છે, ક્યારેક નથી થતું’.અમરગીત છે, લગભગ અમર.
ગીત શિરો‘મણિ’ અય્યર
એવાં ગીતો આજકાલ ‘અમર’ એટલા નથી રહી ગયા જેટલા શિરો‘મણિ’ છે. કેટલાંક ખૂબ સાંભળેલાં ગીત છે- ‘ કોમનવેલ્થ રમતો સામાન્ય માનવીના કોઈ મતલબના નથી.’‘કોંગ્રેસ પક્ષનું કાર્યાલય સર્કસ છે.’ અને એ કે ‘બાબરીકાંડ માટે નરસિંહરાવ જવાબદાર હતા.’ હવે ૨૪, અકબર રોડની પ્રશંસામાં લેટેસ્ટ મણિ‘શંકર’ અય્યર ગીત છે -‘જ્યારે હું અહીં પહેલીવાર પહોંચ્યો તો મને લેડઝિ ટોયલેટ નજીકનો ખંડ આપવામાં આવ્યો.’
નિવૉણ સુખ સંવિદે
આ વખતે યેદ્દીયુરપ્પાની સ્ટાઇલ અને તંત્ર -મંત્ર નિષ્ફળ થઈ ગયા. યેદ્દીયુરપ્પા મોવડી મંડળને મળીને હંમેશા જીતનું નિશાન બતાવતાં હતાં અને પત્રકારોને કણૉટકના વિકાસને મુદ્દે ગોખેલું જ્ઞાન આપતા રહેતા હતા. આ વખતે રાતે અઢી વાગે વરસતા વરસાદમાં યેદ્દીયુરપ્પા જ્યારે નીતિન ગડકરીના ઘેરથી નીકળ્યા તો પત્રકારોને જ્ઞાન આપવાને બદલે ડ્રાઇવરને ઝડપથી હંકારીને નીકળી જવા સૂચના આપી. ભારે તપસ્યા પછી ‘ઝડપથી નીકળી’ જવાનું જ્ઞાન? એ જ તો નિવૉણ સુખ છે.
રાગ રાજા સંગત પવાર
આમ તો એ. રાજાએ તાજેતરમાં જે આલાપ છેડ્યો છે, તે પહેલાં એનસીપીના ડી.પી.ત્રિપાઠીની શાહિદ બાલવા અને વિનોદ ગોયેન્કા સાથે બેઠક થઈ હતી. લોકોને લાગે છે કે રાજાના નિવેદનમાં કોઈ પવાર એંગલ છે.
રમેશનો ફંડા
ગ્રામીણ વિકાસ મંત્રાલયના ત્રણેય રાજ્યમંત્રી જયરામ રમેશની જય-જય કરી રહ્યા છે. કામ પણ સારું મળ્યું છે, સંસદમાં પણ પોતે જ હાજર થવાનું છે અને જયરામ રમેશની પ્રત્યેક બેઠકમાં પણ તેમને બોલાવવામાં આવે છે.
ખુલ્લરનો વારો
પીએમઓ રાહુલ ખુલ્લરને રિઝર્વ બેન્કના હવે પછીના ગવર્નર બનાવવાના પક્ષના છે. રાહુલ ખુલ્લર ડૉ. મનમોહનસિંઘ જ્યારે નાણામંત્રી હતા ત્યારે તેમના અંગત સચવિ રહી ચૂક્યા છે. એડીબીમાં પણ રહ્યા છે. વર્તમાન આરોગ્ય સચિવ ચંદ્રમૌલી આગામી મહિને નિવૃત્ત થઈ રહ્યા છે. તેમનાં પત્ની સિંધુશ્રી ખુલ્લર આરોગ્ય સચિવ બની શકે છે. આમ તો આરોગ્ય વિભાગમાંથી જ્યારે પણ કોઈ મોટા અધિકારી નિવૃત્ત થાય છે ત્યારે ડબ્લ્યુએચઓ કે તેને સંલગ્ન સંસ્થા સાથે જરૂર જોડાઈ જાય છે.
કસૂરવાર કંપની કે માલિક
સીબીઆઇમાં એ મુદ્દે ગડમથલ ચાલી રહી છે કે કોઈ ગેરરીતિ થતાં કંપનીના માલિકને બદલે કંપની સામે જ કેસ દાખલ કરી શકાય કે નહીં? સીબીઆઇ દૂરનું વિચારી રહી છે, જે ભોપાલ કાંડથી શરૂ થાય છે અને પરમાણુ કરાર સુધી પહોંચે છે.
એક દોડ આ પણ
ભારતના મહાધિવકતા ગુલામ વહાણવટીએ જો રાજીનામું આપ્યું તો હવે તેમની જગ્યા કોણ લેશે? અમારી જાણકારી મુજબ હાલમાં પી.પી.રાવ આ દોડમાં સૌથી આગળ છે.
જુલગબંધી
મેજર જનરલ(નિવૃત્ત) વી.સી.ખંડૂરી આમ તો પોતાના પક્ષના મોવડીમંડળથી નારાજ હતા પણ આજકાલ જુના કોંગ્રેસી આર.કે. ધવનથી ખૂબ ખુશ છે.
સાચે જ પેરેમાઉન્ટ
એલઆઇસી પછી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પેરેમાઉન્ટ એરવઝને ૨૦૦ કરોડ અને અન્ય પાંચ બેન્કોની સિન્ડિકેટ દ્વારા ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ ધિરાણ અપાયું હોવાની સ્પષ્ટતા થઈ છે. આ બાબત તપાસ એજન્સીઓની નજરમાં છે.
રાજ્યપાલ બનવાની હોડમાં
કોંગ્રેસની ખૂબ નજીક રહેલા ભૂતપૂર્વ નોકરશાહ આજકાલ કોઈક રાજ્યના રાજ્યપાલ બનવા ભાજપના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે. યાદ રહે કે ભૂતકાળમાં એનડીએ શાસનકાળમાં પણ તેમના આ સંપર્ક કામ આવી ચૂક્યા છે.
વિભાગ બદલશે
કેટલાક સચિવોના વિભાગ બદલાઈ શકે છે. તેમાં શહેરી વિકાસ મંત્રાલય સચિવ નવીનકુમાર અને પર્યટન સચિવ રાજન હબીબ ખ્વાજા સામેલ છે.