- પોલીસવાળાએ પોતાની ટોપી મહિલાના ચરણોમાં ધરી દીધી અને રડી પડ્યો
એક યુવક હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક પર સવાર થઇ નીકળી પડ્યો અને તે પણ ત્રણ સવારીમાં. વળાંક વળવા જતાં તેણે એક પોલીસકર્મીની બાઇકને ધક્કો મારી દીધો અને પોતે પડી ગયો. જેના લીધે બાઇક પર સવાર અન્ય બે જણા ભાગી ગયા.
પોલીસકર્મીઓએ તેને પકડ્યો, ટ્રાફિકના નિયમો અંગે કહ્યું તો યુવક તેની સાથે ઝઘડી પડ્યો. જેમાં તેનું જેકેટ ફાટી ગયું ત્યાં સુધીમાં તેની મા પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને પુત્રને સમજાવવાને બદલે પોલીસવાળા સાથે ઝઘડી પડી. મા આવી પહોંચતા જ યુવક ચીસો પાડતો પોલીસકર્મીઓને ધમકી દેવા લાગ્યો. ઝારખંડના રાંચીમાં બનેલી આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
યુવકની માતા પણ પોલીસવાળાને ધમકાવવા લાગી. જેનાથી કંટાળી પોલીસમેને કહ્યું કે "અમે તો તમારા પુત્રની ભલાઇ માટે તેને સમજાવી રહ્યા હતા પણ તમે તો અમને જ દોષિત ઠેરવો છો." આટલુ કહીને પોલીસવાળાએ પોતાની ટોપી ઉતારી યુવકની માના પગમાં રાખી દીધી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.