- રેકેટ ચલાવનારે એક મકાન પણ લઇ લીધું હતું, ચાર કોલ ગર્લ ઝડપાઇ
- સોનુ પંજાબણ બાદ સોનુ બંગાલણના સેક્સ રેકેટનો પર્દાફાશ
- દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ અને નેપાળની યુવતીઓ સામેલ હતી રેકેટમાં
દેશની રાજધાની દિલ્હીમાં પોલીસે એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. આ ટોળકીની મુખ્ય સુત્રધાર અમીના ખાતુન ઉર્ફે સોનુ બંગાલણ અને તેના સાથી ગૌરવ આનંદની ધરપકડ કરી લેવાઇ છે.
પોલીસે ચાર કોલ ગર્લની પણ ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આ રેકેટ દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચાલતું હતું. આ રેકેટની મુખ્ય સુત્રધાર સોનુ બંગાલણે યમુનાપાર વિસ્તારમાં મધુ વિહારમાં મકાન પણ લીધું હતું. પોલીસે કહ્યું કે સેક્સ રેકેટમાં દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ અને નેપાળની યુવતીઓ સામેલ હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2008માં દિલ્હી પોલીસે મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરતાં સોનુ પંજાબણની ધરપકડ કરી હતી. સોનુ પંજાબણ પહેલી એવી કોલ ગર્લ હતી કે જેણે આ ધંધાને કોર્પોરેટ કલ્ચરમાં ફેરવી નાંખ્યો હતો.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.