- કર્ણાટક સરકારના મંત્રીઓ વિધાનસભામાં જોતા હતા પોર્ન વીડિયો
- સહકાર મંત્રીએ મહિલા અને બાળવિકાસ મંત્રીને દેખાડી ક્લિપ
કર્ણાટક સરકારના મંત્રીઓ વિધાનસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન મોબાઇલ પર અશ્લિલ વીડિયો જોઇ રહ્યા હતા. સ્થાનિક સમાચાર ચેનલે મંગળવારે તેનો ખુલાસો કર્યો હતો. સહકાર મંત્રી લક્ષ્મણ સવાડી પોતાના મોબાઇલમાં અશ્લિલ વીડિયો જોઇ રહ્યા હતા બાદમાં તેણે મહિલા અને બાળવિકાસ મંત્રી સી.સી.પાટિલને પણ આ વીડિયો દેખાડ્યો હતો.
કર્ણાટક વિધાનસભામાં દૂરદર્શન સિવાય સ્થાનિક ચેનલોને પણ કાર્યવાહીનું પ્રસારણ કરવાની મંજૂરી અપાઇ છે. ચેનલના કહેવા પ્રમાણે જ્યારે આ મંત્રીઓ અશ્લિલ વીડિયો જોવામાં મશગૂલ હતા ત્યારે ગૃહમાં વીજાપુરમાં પાકિસ્તાની ઝંડો ફરકાવવા અંગે ચર્ચા ચાલી રહી હતી.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.