સાંસદોના પગારવધારાની વાત જ્યારે પણ આવે છે, સંપૂર્ણ મીડિયા તેની ટીકામાં લાગી જાય છે. પરંતુ ભાસ્કર સાંસદોના તર્ક પણ જણાવી રહ્યું છે અને પોતાની ૪૯ આવૃત્તિના એક-એક વાચકથી તેમનો તથ્યાત્મક જવાબ પણ આપી રહ્યું છે. પ્રસ્તુત છે...
સાંસદ
સોનિયા ગાંધીએ જણાવ્યું કે મને યાદ છે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો પગાર સરકારી એરલાઇન્સમાં પાઇલટ રહેલા રાજીવ ગાંધી કરતાં ઓછો હતો.
ભારત સરકારના પ્રોટોકોલમાં અમે ૨૧મા નંબરે છીએ. સચિવ (આઇએએસ) અમારાથી બે પગથિયાં નીચે ૨૩મા નંબરે છે. અમારો પગાર વધવા છતાં તેમનાથી R ૩૦,૦૦૦ ઓછો છે.
અમને રોજ ડઝન લોકો મળે છે. અમારે પોતાના ખિસ્સામાંથી તેમની સગવડ કરવી પડે છે.
કેટલાક સાંસદોએ કહ્યું - અમારા પર આરોપ છે કે પોતાનો પગાર વધારવા માટે તમામ સાંસદો એકજુથ થઇ જાય છે એવું નથી. જુઓ ડાબેરીઓ વિરોધ કરી રહ્યા છે.
અમે દેશભર માટે નીતિઓ બનાવીએ છીએ. પોતાના પગારવધારાનો નિર્ણય લીધો તો ખોટું શું કર્યું. તમે જ બતાવો અમે અમારા વેતન માટે કોઇ મંચ પર વધુ શું કહીએ.
જનતા
ઇન્દિરા ગાંધી સંપૂર્ણ દેશના માલિક હતાં. તેમને પગારની જરૂરિયાત જ ક્યાં હતી. પછી વડાપ્રધાનપદની ગરિમાની તુલના એક પાઇલટ સાથે કેવી રીતે કરી શકાય.
આઇએએસ નોકરી કરે છે. તમારા માટે તો આ જનસેવા છે, જેના શપથ તમે લો છો. સચિવ વેપાર કરી નથી શકતા કે કન્સલ્ટન્સી કે નોકરી પણ કરી શકતા નથી. તમે તો આ બધું કરી રહ્યા છો.
અમને તો કામ જોઇએ. ચા-નાસ્તાની આશા કોને છે? તમે કાર્યકર્તાઓ પર ખર્ચા કરો છો, તેનું અમે શું કરીએ? પાર્ટી ફંડથી લોછો આ ખર્ચ.
એ તો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે તેમને પૂરો પગાર ૧૬૦૦૦ અને ભથ્થાનો અમુક ભાગ મિલાવી કુલ ૨૨,૦૦૦ રૂપિયા પાર્ટી ફંડમાં આપવાના હોય છે. પગાર વધ્યો તો પણ તેમના ખિસ્સામાં થોડો જશે.
પોતાના મામલે તમે જાતે જ નિર્ણય કેવી રીતે લઇ શકો? તમારા પરફોર્મન્સનું કોઇ માપદંડ પણ નથી. સાંસદમાં પણ ઓછા જાવ છો. અજાગિરીએ સવા વર્ષમાં માત્ર એક વાક્ય કહ્યું , વેતનપંચ કેમ નથી બનાવતા? ૨૦૦૬માં તો વેતનપંચના મામલે એક આખો દિવસ ચર્ચા થઇ હતી.