Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Power Gallery
 

કરોડપતિ સાંસદોને પણ પગારવધારો જોઈએ છે...

 
Source: Agency, New Delhi   |   Last Updated 2:29 AM [IST](17/08/2010)
 
 
 
 
 

સાંસદોના પગાર અને ભથ્થામાં ત્રણ ગણો વધારો કરવાના મુદ્દે કેન્દ્રીય કેબિનેટમાં સોમવારે સર્વસંમતિ ન થઈ શકતા આ મુદ્દો હાલ પૂરતો ટળી ગયો છે. કેબિનેટના સભ્યોમાં આ મુદ્દે મતભેદ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મનમોહનસિંઘની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં સાંસદોના પગારવધારાનો મુદ્દો ચર્ચાયો હતો.

દરમિયાન કેબિનેટે પગારવધારાનો નિર્ણય મુલતવી રાખતા સાંસદો રોષે ભરાયા છે અને આ મુદ્દો આવતીકાલે મંગળવારે સંસદમાં ઉઠાવશે. સાંસદો R ૧૬,૦૦૦નો તેમનો હાલનો પગાર વધારીને R ૮૦,૦૦૧ કરાવવા માગે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં કેટલાક મંત્રીઓએ કહ્યું હતું કે ફુગાવાનો દર આટલો વધારે છે અને લોકો મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે આ ભાવવધારો કરવો અયોગ્ય છે. સાંસદોના પગારવધારાનો વિરોધ કરી રહેલા આ મંત્રીઓએ ખેડૂતોની આત્મહત્યા અને કોમનવેલ્થ ગેમ્સમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આવા સંજોગોમાં સાંસદોનો પગારવધારો કરવાથી લોકોમાં ખોટો સંદેશ જશે. છત્તીસગઢના કોંગ્રેસી સાંસદ ચરણદાસ મહંતની અધ્યક્ષતા હેઠળની સંયુક્ત સંસદીય સમિતિએ સાંસદોનું વેતન કેન્દ્રીય સચિવના વેતનથી એક રૂપિયા વધુ એટલે કે R ૮૦,૦૦૧ કરી દેવાની ભલામણ કરી હતી, પરંતુ સંસદીય બાબતોના મંત્રાલયે R ૫૦,૦૦૦ના વેતન અંગે સંમતિ દર્શાવી હતી.

લાલુ યાદવને કોઈપણ ભોગે પગારવધારો જોઈએ

કેબિનેટે પગારવધારાનો નિર્ણય ફરી એકવાર મોકૂફ રાખતા રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ રોષે ભરાયા છે. તેમણે આવતીકાલે મંગળવારે આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

લાલુએ કહ્યું છે કે, તેમને કોંગ્રેસ સહિતના અનેક પક્ષોના સાંસદોનો આ મુદ્દે ટેકો છે. લાલુએ સાંસદોના પગારવધારાનો વિરોધ કરી રહેલા લોકોની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે આ બધા ‘કરોડપતિઓ’ સાધારણ સ્થિતિમાં રહેતા સાંસદોની સ્થિતિથી વાકેફ નથી. વિફરેલા લાલુએ કહ્યું કે ‘હું મોનિટર બનીશ. હું આવતીકાલે લોકસભામાં સાંસદોની લાગણી રજુ કરીશ.’ તેમણે કહ્યું કે અનેક સાંસદોએ તેમનો સંપર્ક કર્યો છે અને આ મુદ્દો આક્રમક રીતે ઉઠાવવાની માગણી કરી છે.

કેબિનેટના અન્ય નિર્ણયો

આરોગ્ય યોજના હવે ૫૪ વર્ષથી વધારીને ૨૨૧ જિલ્લામાંગેરકાયદે માઈનિંગ મામલે તપાસ માટે સમિતિ રચાશેતરુણ વયની છોકરીઓને ‘સબળા’ બનાવવાની યોજનાને લીલી ઝંડીઈથેનોલના ભાવ લિટરદીઠ વધારીને R ૫.૫૦ કરવાની દરખાસ્તને મંજુરી

સાંસદોના પગાર..... ..... ભથ્થાંવેતન પ્રતિ માસ..... ..... ૧૬,૦૦૦ સંસદ સત્ર દરમિયાનદરરોજનું ભથ્થું ..... .....૧૦૦૦ચૂંટણીક્ષેત્ર માટેનુંમહિનાનું ભથ્થું..... .....૨૦,૦૦૦ઓફિસખર્ચ માટેનુંમહિનાનું ભથ્થું..... .....૨૦,૦૦૦



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.