સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન કેગના ચાર મહત્વપૂર્ણ રિપોર્ટ ટબેલ થાય તેવી શક્યતા છે. જેમાં 'મનરેગા' અને 'અંતરીક્ષ-દેવાસ'ની ડીલ અંગે કેગનો રિપોર્ટ મુકવામાં આવશે. જેના કારણે, સ્પેક્ટ્રમ મુદ્દે સરકારને ઘેરી રહેલા વિપક્ષને વધુ કેટલાક મુદ્દા મળશે.
-સંસદના શિયાળુ સત્રમાં ગરમી લાવશે દેવાસ ડીલ
-રૂ. બે લાખ કરોડનું કથિત નુકશાન
-વિપક્ષને વધુ એક મુદ્દો મળશે
અન્ય મહત્વપૂર્ણ રિપોર્ટમાં કઠળો સબસિડી અને રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાનનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મનરેગા અને એનઆરએચએમ જેવી સામાજિક યોજનાઓ અંગેના અહેવાલને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું સૂત્રે ઉમેર્યું હતું. સંરક્ષણ વિભાગ બાદ સૌથી વધુ નાણા ગ્રામીણ વિભાગને મળે છે. આથી, મોટાપાયા પર ગોટાળાઓ બહાર આવે તેવી આશંકા છે.
ઉલ્લેખનીય છે કે, ઈસરોની વ્યવસાયિક પાંખ અંતરીક્ષ અને ખાનગી કંપની દેવાસ મલ્ટી મીડિયા વચ્ચે એસ-બેન્ડ સ્પેક્ટ્રમ અંગે ડીલ કરવામાં આવી હતી. જે ચાલુ વર્ષના શરૂઆતના ભાગમાં રદ્દ કરી દેવામાં આવી હતી. જો આ ડીલ થઈ ગઈ હોત તો સરકારી તિજોરીને R બે લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું હોત.
તમારો મત
શું તમને લાગે છે કે, કેગ દ્વારા રજૂ કરવામાં આવેલા નુકશાનના આંકડા પર વધુ એક વખત સરકાર અને વિપક્ષ વચ્ચે ટકરાવ થશે ? જેના પગલે સંસદના વધુ કેટલાક કલાકો બરબાદ થશે ? તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.