Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Power Gallery
 

પાકિસ્તાનના 'અભ્યારણ્ય'માં ફરે છે ભારતના ગુનેગારો

 
Source: divyabhaskar.com   |   Last Updated 12:11 PM [IST](03/05/2011)
 
 
 
 
 

ઓસામા બિન લાદેન પાકિસ્તાનની જમીન પર માર્યો ગયો છે. જેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, પાકિસ્તાન એ આતંકવાદીઓનો સૌથી મોટો આશ્રયદાતા છે. ભારતમાં થયેલા વિવિધ આતંકવાદી હુમલાઓના ગુનેગારોને તેણે શરણ આપી રાખી છે. તેમાં સૌથી મોટા નામ, જમાત-ઉદ-દાવાના હાફિઝ સઈદ અને અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઈબ્રાહિમના નામો પ્રમુખ છે. જૈશ-એ-મહંમદના પ્રમુખ મૌલાના મસૂદ અઝર સહિત અનેક મોટા આતંકવાદીઓ પાકિસ્તાનના અન્ય નાગરિકોની જેમ મજાની જિંદગી જીવી રહ્યાં છે. ઉલ્ટું વધુ સારી જિંદગી જીવી રહ્યાં છે.

-પાકિસ્તાનના 'અભ્યારણ્ય'માં છૂપાયેલા ભારતના ગુનેગારો

-દાઉદ ઈબ્રાહિમ, હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં છૂપાયેલાં છે.

-ઓસામા બિન લાદેન પાકિસ્તાનની જમીન પર માર્યો ગયો

-પાકિસ્તાન એ આતંકવાદીઓનો સૌથી મોટો આશ્રયદાતા

પાકિસ્તાનમાં છૂપાયેલા ભારતના 'મોસ્ટ વોન્ટેડ'

1.દાઉદ ઈબ્રાહિમ: દાઉદ પર વર્ષ 1993માં મુંબઈમાં આતંકવાદી હુમલાઓ કરાવવાનો આરોપ છે. આ માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ પણ દાઉદને મદદ કરી હતી. તે કરાંચીથી ગુના અને આતંકનું નેટવર્ક ઓપરેટ કરે છે.

2.હાફિઝ સઈદ: લશ્કર-એ-તૈયબાના સ્થાપક સૈયદ પર 26 નવેમ્બર 2008ના મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

3.ઝકીર રહેમાન લખવી: 26-11ના કેસમાં તે પાકિસ્તાનની જેલમાં બંધ છે. તે વર્ષ 2006માં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા વિસ્ફોટોનો પણ સૂત્રધાર છે.

4.મૌલાન મસૂદ અઝર: જૈશ-એ-મહંમદના સંસ્થાપક મૌલાન મસૂદ અઝરને કંધારમાં ભારતીય વિમાનનું અપહરણ કરીને છોડાવવામાં આવ્યો હતો. તેની પર ભારતીય સંસદ પર હુમલો કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

5.યુસૂફ મુજમ્મિલ: લખવીની ધરપકડ પછી, લશ્કરના ભારત વિરોધી અભિયાનોની કમાન યુસૂફ સંભાળે છે. તે જમ્મુ અને કાશ્મીરના છત્તિસિંહપુરા નરસંહારમાં સંડોવાયેલો હતો. આ ઘટનામાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટનની ભારત મુલાકાત દરમિયાન 35 શીખોની હત્યા કરી નાખવામાં આવી હતી.

6.સાજીદ મીર: આ શખ્સે મુંબઈ પર થયેલા 26-11ના આતંકવાદી હુમલા દરમિયાન મુંબઈના ચબાદ હાઉસમાં એક પણ શખ્સ જીવતો ન રહે તેવી સૂચના આતંકવાદીઓને આપી હતી.


પાકિસ્તાનમાં હાજર ભારત-વિરોધી સંગઠનો


પાકિસ્તાનમાં કેટલાંક ભારત વિરોધી તત્વો નિવાસ કરે છે. ઉપરાંત કેટલાંક સંગઠનો એવા પણ છે કે, જેનો જન્મ ભારતમાં અશાંતિ ફેલાવવાનો ઉદ્દેશ્યથી થયો હતો. જે આજે પણ પાકિસ્તાનમાંથી ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપતા રહે છે.


જૈશ-એ-મહંમદ:


મૌલાના મસુદ અઝહરે વર્ષ 2000માં તેની સ્થાપના કરી હતી. 2002માં પાકિસ્તાની સરકારે આ સંગઠન પર પ્રતિબંધ મુક્યો હતો. અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લની હત્યા માટે તે જવાબદાર છે. ભારતીય સંસદ પર હુમલાના કેસમાં પણ આ સંગઠન આરોપી છે. ભારત-યુરોપ અને અમેરિકા સહિત અનેક રાષ્ટ્રો જૈશ-એ-મહંમદ કરી ચૂક્યાં છે.


લશ્કર-એ-તૈયબા અથવા જમાત-ઉદ-દાવા :


વર્ષ 2002માં આ સંગઠનની હાજરી અંગે પૂરાવા મળ્યા હતા. જેની સ્થાપના વર્ષ 1985માં કરવામાં આવી હતી. વર્ષ 2006માં પાકિસ્તાનમાં મોટાપાયા પર હુલ્લડો થયા હતા. જેના માટે આ સંગઠન જવાબદાર છે. 26-11ના આતંકવાદી હુમલાને પણ આ સંગઠને અંજામ આપ્યો હતો. જકીઉર્ર રહેમાન લખવી અને જરાર શાહ સહિતના મોટા આતંકવાદીઓ આ સંગઠન સાથે જોડાયેલાં છે. 


હિઝબ-ઉલ-મુજાહિદ્દીન


જમ્મુ અને કાશ્મીરમાં હુમલો કરનારા આતંકવાદી સમુહોમાં સૌથી મોટું સંગઠન છે. કુલ 32 ઉપસંગઠનો ધરાવે છે. તેની શરૂઆત કાશ્મીરમાં આતંકવાદના પાયા નાખનારા અહેસાન ડારે કરી હતી. વર્તમાન સમયમાં આ સંગઠનમાં 1500 જેટલા આતંકવાદી છે. તેનો મુખ્ય વડો સૈયદ સલાલુદ્દીન છે.


હરકત-ઉલ-અંસાર કે હરકત-ઉલ-મુજાહિદ્દીન :


પાકિસ્તાનના બે સંગઠનોએ  મળીને આ સંગઠનની સ્થાપના કરી હતી. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરની રાજધાની મુજફરાબાદમાં તેનું વડું મથક છે. આતંકવાદી નેતા મૌલાના સદાઅત ઉલ્લાહ ખાન તેનો વડો છે. 1997નીમાં આ સંગઠન પ્રથમ વખત દુનિયાની નજરે ચડ્યું હતું.


અલબદ્ર:


આ સંગઠનની સ્થાપના 1998માં થઈ હતી. તેની ગતિવિધિઓ મોટાભાગે કાશ્મીર સુધી મર્યાદિત છે.


તમારો મત

શું તમને લાગે છે કે, પાકિસ્તાનમાં લાદેનના મોત પછી, અમેરિકા દ્વારા પાકિસ્તાન પર દબાણ વધારવામાં આવશે ? શું ભારત આ સ્થિતિનો લાભ લેવામાં સફળ રહેશે ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.