પાકિસ્તાને તેનું સૈન્ય તહેનાત કરવાની નીતિમાં પરિવર્તન આળ્યું છે. નવી નીતિ પ્રમાણે, ભારતમાં કોઈપણ સ્થળ પર આતંકવાદી હુમલો થશે એટલે પાકિસ્તાનની ભારત સાથેની સરહદ પર સૈન્ય સંખ્યા વધારી દેવામાં આવશે.
-ડર્યું પાકિસ્તાન, ભારતમાં આતંકવાદી હુમલો થતા સેના ખડશે!
-26/11 બાદ વધુ એક હુમલો થયો હોત તો ભારતે સૈન્ય હુમલો કર્યો હોત
– પાક.નો આરોપ
પાકિસ્તાને લગભગ એક વર્ષ સુધીની વિચારણા બાદ આ નિર્ણય લીધો છે. જો ભારતમાં કોઈ સ્થળ પર આતંકવાદી હુમલો થાય તો રિઝર્વ્ડ ફોર્સના ચોથા ભાગના જવાનોને ભારત સાથેની સરહદ પર તહેનાત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની સેનાના જનરલ અશફાક કિયાનીએ વર્ષ 2009-2010ના વર્ષને 'પ્રશિક્ષણ વર્ષ' જાહેર કર્યું હતું. આ દરમિયાન યુદ્ધ નીતિ અંગે ગાઢ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. નવા વિકલ્પો અંગે પણ અનેક સ્તર પર ચર્ચા થઈ હતી.
પાકિસ્તાનમાં એવી ભીતિ પ્રવર્તે છે કે, જો 26/11ના આતંકવાદી હુમલા પછી તૂર્તમાં જ કોઈ મોટો આતંકવાદી હુમલો થયો હોત તો ભારતે તેનો જવાબ સૈન્ય કાર્યવાહી દ્વારા આપ્યો હોત. પાકિસ્તાન દ્વારા એવા સ્થળ પણ તારવી લેવામાં આવ્યા છે, જેની પર પાકિસ્તાનની સેના તહેનાત નથી હોતી અથવા તો પાકિસ્તાની રેન્જર્સ દ્વારા નજર રાખવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેના તેની નીતિ પર યથાવત છે. જે મુજબ પાકિસ્તાન દ્વારા જો કોઈ સૈન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સેનાને પૂર્ણપણે તૈયાર રાખવામાં આવે છે. જેના જવાબમાં પાકિસ્તાન દ્વારા નવી નીતિ અપનાવવામાં આવી છે. જો કે, ભારત ખાતે તહેનાત પાકિસ્તાની અધિકારીઓ આ પ્રકારની વ્યૂહરચનાને નકારે છે. તેમના મતે આ જાણકારી માત્ર કલ્પના છે.
તમારો મતતમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.