તા. 19 જાન્યુઆરી 1990ના દિવસે ઓશોનું મોત થયું. પરંતુ તેમના મૃત્યુના વીસ વર્ષ પછી પણ તેમના નિધનના કારણની આજુબાજુ રહસ્યનું જાળું ગુંથાયેલું છે. સત્તાવાર રીતે જે કારણ આપવામાં આવ્યું છે. જેને હજુસુધી કેટલાક સમર્થકો સ્વીકારી શકતા નથી અને આ અંગે ચર્ચા થતી રહે છે. ઈન્ટરનેટ પર ઓશોના અવસાનના કારણની ચર્ચા આજે પણ હોટ ટોપિક છે.
-સેક્સ ગુરૂ તરીકે પંકાયેલા ઓશોનું કેવી રીતે થયું હતું મોત?
-ઓશોની નજીક રહેલા લોકો જ ઉઠાવે છે સવાલ
-થિલિયમની થિયરી પર સવાલ
ચાહકોમાં આ પ્રકારની શંકા કુશંકા થવી પણ અસ્થાને નથી. કારણ કે, એવી કેટલીક સૂચનાઓ પણ ઓશોના અવસાન બાદ બહાર આવી હતી. સત્તાવાર કારણ પ્રમાણે, ઓશો જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમને ધીમું ઝેર આપવામાં આવતું હતું. આ અંગેના તર્ક-વિતર્ક ઈન્ટરનેટ પર થતા જોવા મળે છે. કેટલાક લોકો આ થિયરી પર સવાલ ઉઠાવે છે. કારણ કે, ઓશોના મોતના પહેલાના બે વર્ષ સુધી ઓશોના આરોગ્યમાં કોઈ ફેરફાર થયો ન હતો. ઓશોના વર્તુળોમાં ચર્ચિત છે કે, ઓશોનું મૃત્યુ થયું ત્યારે બે વ્યક્તિ અમ્રિતો અને જયેશ તેમની સાથે હતા. અમ્રિતોનું નામ ડૉ. જોન એન્ડ્રુ છે. મુળ બ્રિટનના અમ્રિતો ઓશો આશ્રમના સક્રિય વહિવટકર્તા છે. જ્યારે માઈકલ ઓબાયરન કેનેડાના છે. તેઓ જયેશ તરીકે ઓળખાય છે.
ઓશોનું મોત થયું તે પછી અમ્રિતોએ જ થિલિયમ ઝેરની થિયરી વહેતી મુકી હતી. ઓશોના મૃત્યુના એક દિવસ બાદ બુદ્ધ હોલમાં ઓશોના અવસાન અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, ઓશોની ઈચ્છા પ્રમાણે, 21 લોકોનું આંતરિક વર્તુળ નિમવામાં આવ્યું છે. ઓશોના ઈનર સર્કલના સ્વામી તથાગતના ઈનર સર્કલના પૂર્વ સભ્ય સ્વામી તથાગતે ડીએનએ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "અમ્રિતોના નિવેદનની વીડિયો ઉપલબદ્ધ છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, ઓશોની સૂચના અંગેના પૂરાવા તેમની પાસે છે. જે 48 કલાકમાં આપવામાં આવશે. જો કે, તે સમય ક્યારેય આવ્યો ન હતો. "
ઓશોના વીડિયો અને ઓડિયોનું વ્યાપક રેકોર્ડિંગ થતું હતું. જે આજે છસ્સો કરતા વધુ પુસ્તકો સ્વરૂપે ઉપલબદ્ધ છે. જો કે, ઓશોની ઈચ્છાનો વીડિયો કે ઓડિયો ન હોવા અંગે વીસ વર્ષ પહેલા પણ સવાલ ઉઠ્યા હતા. હાલ સ્વામી તથાગત ધર્મશાળા સ્થિત છે. તેમના કહેવા પ્રમાણે, એ પૂરાવા હજૂ પણ રજૂ કરવામાં નથી આવ્યા. જેથી આજે પણ ઓશોના ચાહકો શંકા અને વ્યથા અનુભવે છે. સ્વામી તથાગતના કહેવા પ્રમાણે, ઓશોના નિધન પછી આશ્રમ રિસોર્ટમાં ફેરવાઈ ગયું છે. જે ગુપ્ત એજન્ડા તરફ નિર્દેશ કરે છે.
મા નિલમ પણ આવો જ મત ધરાવે છે. તેઓ ઓશોના ઈનર સર્કલના સભ્ય પણ હતા. જો કે, ટૂંક સમયમાં તેમનો મોહભંગ થઈ ગયો હતો. આથી, જ તેમણે સ્વામી અમ્રિતો, આનંદો અને જયેશને નવ વર્ષ પહેલા એક જાહેર પત્ર પણ લખ્યો હતો. મા નિલમનો આરોપ છે કે, આ ત્રણેય ઓશોના શબ્દોનું અર્થઘટન તેમની યોજના અને સગવડ પ્રમાણે કર્યું છે. ઓશોના સર્જન અંગેના કોપીરાઈટ્સ યુરોપના એક ટ્રસ્ટને આપી દેવામાં આવ્યા હતા. જેના અંગે પણ મા નિલમ શંકા ઉઠાવે છે.
ઓશો કોમ્યુનના પૂર્વ પ્રેસ ઈન્ચાર્જ સ્વામી ચૈતન્ય કિર્તીના કહેવા પ્રમાણે, શરૂઆતમાં તો તેમણે અમ્રિતોના નિવેદનને સાચું માની લીધું હતું. જો કે, પાછળથી તેમને લાગ્યું હતું કે, અમ્રિતો અગાઉ જેવો અમ્રિતો રહ્યો નથી. ઓશોના અનુયાયીઓના કહેવા પ્રમાણે, આજે ત્રણ થી પાંચ લોકો દ્વારા ઓશો કોમ્યુનનો વહિવટ કરવામાં આવે છે અને તેનું મનફાવે તેમ અર્થઘટન કરે છે. જેમાં અમ્રિતો, જયેશ, યોગેન્દ્ર (જયેશના ભાઈ) અને મુકેશ શારડાનો સમાવેશ થાય છે.
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.