- બે મહિલાઓએ 65 વર્ષીય વૃદ્ધની માર મારીને હત્યા કરી, લોકો જોતા રહ્યા તમાશો
- ઉજ્જૈનની ઘટના
- વૃદ્ધ રિટાયર્ડ અધિકારી હતા અને હત્યાના કેસમાં આરોપી હતા
- એક મહિલા અને તેના બે પુત્રો ઝડપાયા, અન્ય મહિલા ફરાર
ઉજ્જૈનમાં બે મહિલાઓએ અદાલત બહાર એક રિટાયર્ડ અધિકારીને તમાચા, ઢીકા અને લાતોથી એટલી તો પિટાઇ કરી કે તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. ઘટના સમયે ત્યાં હાજર રહેલા ઘણા લોકો તમાશો જોતા રહ્યા હતા.
65 વર્ષીય વૃદ્ધ હત્યાના કેસમાં આરોપી હતા અને પિટાઇ કરનારી મહિલાઓ ફરિયાદી હતી. બન્ને પક્ષો જમીનના એક કેસની સુનાવણી સંદર્ભે આવ્યા હતા ત્યારે જ આ ઘટના બની ગઇ. અદાલત ભવનમાં જ કમિશનર, કલેક્ટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓની ઓફિસો આવેલી છે તેમ છતાં ખુલ્લેઆમ થયેલી આ ઘટનાને રોકવા માટે કોઇ આવ્યું નહતું.
સોમવારે બપોરે 4.30 વાગ્યે થયેલી આ ઘટના અંગે પોલીસે એક આરોપી મહિલા સહિત તેના બન્ને પુત્રોની ધરપકડ કરી છે. જ્યારે એક મહિલા ફરાર છે. દરેક વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.
યુટ્યૂબ પરથી લેવાયેલા ન્યુઝ એક્સની વીડિયો ક્લિપમાં જુઓ માણસાઇને શરમાવતા ક્રુર ચહેરાઓને.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.