Advertisement
Home >> National News >> Latest News >> National >> Now Rain Break Few Days

હવામાનવિભાગની આગાહી: વરસાદ હવે થોડાક દિવસ વિરામ લેશે

Agency, New Delhi | Jul 14, 2012, 07:10AM IST
 
 

હવામાનવિભાગની આગાહી, અનાજના કોઠાર ગણાતાં પંજાબ અને હરિયાણામાં સામાન્યથી ૨૩ ટકા ઓછો વરસાદ

એક સપ્તાહ પડેલા મધ્યમ વરસાદ બાદ હવે આગામી થોડાક દિવસ માટે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું વિરામ કરશે તેવી અપેક્ષા છે. આગામી સપ્તાહ માટેની આગાહીમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે આવતીકાલથી ઇશાન ભારતના સપાટ પ્રદેશમાં વરસાદમાં ઘટાડો થશે તેવી શક્યતા છે.

આમ તો પંજાબ અને હરિયાણા જેવાં અનાજ ઉત્પાદન કરતા રાજ્યોમાં સામાન્ય કરતાં ૨૩ ટકા ઓછો વરસાદ પડ્યો છે. કેમ કે, આ રાજ્યોમાં રાબેતા મુજબ કરતાં ૭૦ ટકા ઓછો વરસાદ થયો છે. બન્ને રાજ્યોમાં અત્યાર સુધીમાં ૩૦.૬ મિમી વરસાદ નોંધાયો છે. વાસ્તવમાં આ સમયગાળા દરમિયાન ૧૦૨.૫ મિમી વરસાદ પડવો જોઇએ.

નિષ્ણાતો માને છે કે ઓછા વરસાદની સ્થિતિથી પંજાબ અને હરિયાણા બન્ને રાજ્યની ખેતીને અસર નહિ થાય, કેમ કે, બન્ને રાજ્યમાં સિંચાઇની સુવિધા સારી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, વિસ્તાર વરસાદને જોઇએ તો દેશના ૪૦ ટકા વિસ્તારમાં સામાન્ય અથવા તો તેનાથી વધુ વરસાદ થયો છે. જ્યારે બાકીના ૬૦ ટકા વિસ્તારમાં ઓછો વરસાદ થયો છે. બુધવારે કૃષિમંત્રી શરદ પવારે કહ્યું હતું કે વરસાદની સ્થિતિમાં સુધારો થશે.
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment