Home >> National News >> Latest News >> National >> Not Contest Elections Nor Form A Party Anna Hazare
ના તો હું કોઇ ચૂંટણી લડીશ કે ના તો હું પાર્ટી બનાવીશઃ અણ્ણા
Agency, New Dehli | Jul 28, 2012, 16:04PM IST

જંતર-મંતર પર અનશન પર બેસેલા અણ્ણા હજારેએ શનિવારે પત્રકારોને જણાવ્યું કે, ના તો તે કોઇ ચૂંટણી લડવાના છે કે પછી ના તો તે કોઇ પક્ષની રચના કરવાના છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ સાથે ભારતનું કોઇ ભવિષ્ય નથી.
ભ્રષ્ટાચાર અને લોકપાલ મુદ્દે જંતર-મંતર પર અનશન પર બેસલા અણ્ણા હજારેએ કહ્યું, ‘‘સરરકાર દરેક પળે આપણી સાથે વિશ્વાસઘાત કરી રહી છે, કોંગ્રેસ અથવા તો ભાજપના વડપણ હેઠળ દેશનું કોઇ ભવિષ્ય નથી, પરિસ્થિતિમાં કોઇ ફેરબદલ થશે નહીં.’’
આ પહેલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહે સૂચવ્યું હતું કે સમાજસેવક અણ્ણા હજારે અને તેમની ટીમના સભ્યોએ ચૂંટણી લડવી જોઇએ.
હજારેના નિવેદન બાદ દિગ્વિજય સિંહે પત્રકારોને જણાવ્યું, ‘‘ આ એક સ્વિકાર્ય નિવેદન છે. અણ્ણા હજારેએ ચૂંટણી લડવી જોઇએ. રામદેવ, કેજરીવાલ, પ્રશાંત ભૂષણ, કિરણ બેદી વિગેરેએ ચૂંટણી લડવી જોઇએ.’’






