દિલ્હી ઓટો એક્સ્પોમાં વાહનો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરાશે
દિલ્હી ઓટો એક્સ્પોમાં પ૦ નવા વાહનો રજૂ થશે. વિશ્વના વાહન પ્રદર્શનનો આ મેળો ૭ જાન્યુઆરીથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે શરૂ થશે. આ ઓટો એક્સ્પોમાં પ્રથમવાર એવા મોડેલ રજૂ થશે કે તમે કોઈપણ કિંમતે તેને ખરીદશો. આ મેળો ઓટો ક્ષેત્રમાં આવી રહેલા પરિવર્તનની ઝલક પણ દર્શાવશે. ઓટો એક્સ્પોમાં ફેરારી ભારતીય બજારમાં પ્રથમ કન્વર્ટીબલ કાર રજૂ કરશે. એટલે કે ઈચ્છો ત્યારે કારની છત હટાવીને ખુલ્લા આકાશને માણી શકાશે. આ ઉપરાંત ડીઝલ કારોના વેચાણમાં થયેલા વધારાની અસર હોન્ડા પર થયેલી જોવા મળશે. માત્ર પેટ્રોલ મોડેલ બનાવતી હોન્ડા ઓટો એક્સ્પોમાં પોતાની પ્રથમ ડીઝલ એર્કોડ રજૂ કરશે.
તાતા પણ નેનોનું ડીઝલ મોડેલ રજૂ કરી શકે છે. દેશની સૌથી મોટી પેસેન્જર કાર બનાવતી કંપની મારુતિ યુવાનોને ધ્યાનમાં રાખીને તેની પ્રથમ સ્પોટ્ર્સ કાર કિઝાશી લોન્ચ કરશે. આ ઉપરાંત યામાહાનું સ્કૂટર અને પિયાજીયોની પ્રથમ મોટર સાઈકલ પણ જોવા મળશે. ઓટો એક્સ્પોની સ્ટિયરીંગ કમિટીના ચેરમેન રાજીવ કૌલના જણાવ્યા અનુસાર એક્સ્પોમાં દરરોજ એક લાખ લોકો આવે તેમ મનાય છે.
ઘણી કોન્સેપ્ટ કાર પણ જોવા મળશે : ગ્રાહકોની રુચિ જાણવા ઘણી કંપનીઓ ઓટો એક્સ્પોમાં પોતાની કોન્સેપ્ટ કાર પણ રજૂ કરશે. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવાયેલી ભવિષ્યની કાર રજૂ કરશે. સસ્તી કિંમતવાળી આ કોન્સેપ્ટ કાર એસયુવી શ્રેણીની છે અને ૪ મીટર લાંબી છે. તાતા મોટર્સ પણ નેનો અને ઈન્ડિકાની વચ્ચેની એક કોન્સેપ્ટ કાર બનાવી રહી છે. હોન્ડા પણ પોતાની આરસી-ઈ ઈલેક્ટ્રીક સ્પોટ્ર્સ બાઈક રજૂ કરશે. આ સાથે જ ઈલેકટ્રીક સ્પોટ્ર્સ કારનો કોન્સેપ્ટ પણ રજૂ કરાયો છે. કાર્બન ફાઈબર મારફતે બનાવાયેલી આ કાર એક વખત ચાર્જ કરવાથી ૧૦૦ મીટર સુધી ચાલી શકશે.
૮ અનોખાં વાહનો રજૂ થશે
ફેરારી ૪પ૮ સ્પાઈડર - કિંમત : ૩ કરોડ રૂપિયા
તેની હળવી એલ્યુમિનિયમ છત ૧૪ સેકન્ડમાં એન્જિનમાં પાસે ફોલ્ડ થઈ જાય છે.
મર્સિડિઝ વિયાનો - કિંમત : ૬૦ લાખ રૂપિયા
મર્સિડિઝ બેન્ઝ પોતાની નવી કાર વિયાનો ઉપરાંત કોમ્પેક્ટ કાર રજૂ કરશે.
મહિન્દ્રા રેક્સટોન - કિંમત : ૧૭ લાખ રૂપિયા
આ એમયુવીમાં ટાયર પ્રેસર મોનીટરિંગ સિસ્ટમ, પાકિગ બ્રેક ટેક્નોલોજી, એન્ટી કોલિજન ડિવાઈસ પણ હશે.
પિયાજીયો વેસ્પા - કિંમત : પપ હજાર રૂપિયા
ઈટાલીની સ્કૂટર કંપની પિયાજીયો એલએમએલ વેસ્પા જેવી સફળતાના પુનરાવર્તન માટે દેશમાં વેસ્પા એલએક્સ ૧૨પ મોડેલ લોન્ચ કરશે.
બીએમડબ્લ્યૂ મીની - કિંમત : ૨પ લાખ રૂપિયા
દુનિયાની સૌથી નાની સ્પોટ્ર્સ કાર, પેટ્રોલ અને ડીઝલ મોડેલ, ઓટોમેટિક ટ્રાન્સમિશન.
સુઝુકી કીઝાશી સ્પોટ્ર્સ - કિંમત : ૧૬-૧૮ લાખ રૂપિયા
આ કાર ફોર વ્હીલ ડ્રાઈવ હોવાથી કાદવ કે રેતમાં ફસાય તો પણ સરળતાથી બહાર નીકળી જાય છે.
ફોર્સ મોટર ટ્રાવેલર - કિંમત : ૧૨-૧પ લાખ રૂપિયા
૯ બેઠકો ધરાવતા આ એમયુવીમાં એન્જિન પરથી કાર્બન હટાવવા સૌર ઊર્જાથી ચાલતી સિસ્ટમ હશે.
યામાહા ફિનો - કિંમત : ૧૨-૧પ લાખ રૂપિયા બાઈક બનાવતી જાપાની ઓટો કંપની યામાહા ૧૧પ સી.સી.નું તેનું પ્રથમ સ્કૂટર ફિનો લોન્ચ કરશે.
દિલ્હી ઓટો એક્સ્પો : એક નજરમાં
૨પ નવી કાર ભારતીય કંપનીઓ લોન્ચ થશે.
૮ વિદેશી કારણ પણ લોન્ચ થશે.
૯ દ્વિચક્રી વાહનો ૮ ભારતીય કંપનીઓ રજૂ કરશે.
૬ વ્યાપારી વાહનો,ત્રણ અન્ય વાહન રજૂ થશે.
૧પ૦૦ વિશ્વભરની કંપનીઓ ભાગ લેશે.
આ પણ જોવા મળશે
કાર----------------- કિંમત (રૂ.માં)
ફોક્સવેગન ટોરેગ-------પપ લાખ
મહિન્દ્રા કોરેન્ડો---------૧૪-૧પ લાખ
નિશાન એન.વી. ૨૦૦---૭.પ-૧૨ લાખ
રેનોલ્ટ ડસ્ટર----------૭-૯ લાખ
રેનોલ્ટ પલ્સ----------૪.પ-૬.પ લાખ