દેશના ૧૦૪ ઇમિગ્રેશન સેન્ટરો ખાતેથી એપ્રિલ-૨૦૦૯થી અત્યાર સુધીમાં ૫.૭૮ લાખ વિદેશીઓને બિઝનેસ વિઝા મંજૂર કરાયા હતા.
વિદેશી પર્યટકોની નોંધણી રાખતી પ્રાંતીય કચેરીઓ (એફઆરઆરઓ) પોતાની હદમાં આવતા ક્ષેત્રમાં કેટલા વિદેશીઓને બિઝનેસ વિઝા અપાયા તેની વિગતવાર નોંધ રાખે છે. પરંતુ વિદેશ મંત્રાલય અને તેની હેઠળ કામ કરતા ઇમિગ્રેશન વિભાગ દ્વારા કેન્દ્રિય કક્ષાએ વ્યવસ્થિત નોંધણી થતી નથી. જ્યારે કોઇ વિઝાના નિયમ ઉલ્લંઘનનો કિસ્સો પ્રકાશમાં આવે છે ત્યારે માત્ર વિદેશી પર્યટકની એન્ટ્રી અને એકઝિટની જ નોંધ કેન્દ્રિય કક્ષાએ મળી શકે છે.
આવા કિસ્સામાં જે તે વિદેશી નાગરિક પર ભારતમાં પુન: પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા સુધીના પગલાં પણ લેવાયા છે. પરંતુ બિઝનેસ વિઝામાં આવા કિસ્સાની વ્યવસ્થિત નોંધ રાખવામાં આવતી નથી. તેમ રાજ્ય ગૃહમંત્રી એમ. રામચંદ્રને રાજ્યસભામાં બુધવારે જણાવ્યું હતું.
બિઝનેસ વિઝા શું છે, કોને મળે
વિદેશી નાગરિકો જે પોતાના વેપાર-ઉદ્યોગને લગતી મીટિંગ, કોન્ફરન્સ, માર્કેટિંગ, સર્વે, કે બિઝનેસ ડીલ અર્થે અમુક દિવસો માટે ભારત આવવા માગતા હોય તેમને બિઝનેસ વિઝા આપવામાં આવે છે.