પવારે કર્યો ડિનરનો બહિષ્કાર, કેબિનેટથી અલગ થશે સંગમાની પુત્રી!
મુખરજીને મળવા જવા માટે સરકારી વાહનનો ઉપયોગ ન કર્યો
પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલી જીતથી ઉત્સાહિત કોંગ્રેસ માટે સારા સમાચાર નથી. નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણના ઠીક પહેલા યુપીએના સાથી એનસીપી અને સરકાર વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે.
સોમવારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમના સાથી નેતાઓ પ્રણવ મુખરજીના ઘરે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. પવારે ત્યાં જવા માટે સરકારી વાહનનો ઉપયોગ કર્યો નહોતો. પવાર અને તેમની પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલ ઓફિસ પણ નથી જતા. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતિભા પાટીલનાં સન્માનમાં આપવામાં આવેલા ડીનરમાં પણ પવાર અને પ્રફુલ્લ પટેલ નહીં જાય.
બીજી તરફ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રણવના હરીફ સંગમાની પુત્રી અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી અગાથા સંગમા સરકારથી અલગ થઇ શકે છે. પવારે અગાથાને ઓફીસ ન જવાનું કહ્યું છે.







