દેશના નૌકાદળના ચાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલા લેવામાં આવશે. તેમની ઉપર આરોપ છે કે, પ્રતિબંધ છતાં તેમણે સોશ્યલ નેટવર્કિંગની સાઈટ્સનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં, તેમણે કેટલીક ગુપ્ત અને સંવેદનશીલ માહિતીને ઓનલાઈન મુકી દીધી હતી. જેને કોઈપણ વિદેશી નાગરિક સહેલાઈથી મેળવી શકે છે.
મુંબઈ સ્થિત પશ્ચિમી કમાન્ડની બોર્ડ ઓફ ઈન્ક્વાયરી દ્વારા કમાન્ડર રેન્કના ચારેય અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. આ અધિકારીઓએ ભારતીય નૌકાદળના લડાકૂ જહાજ અને બીજી ગુપ્ત માહિતી શેર કરી હતી.
ચારેય અધિકારીઓને નોકરી પરથી હટાવી દેવાની ભલામણ કરવામાં આવી છે. આ અધિકારીઓ પર છેલ્લા કેટલાક સમયથી ગુપ્ત પાંખોની નજર હતી. નવીદિલ્હી સ્થિત નૌકાદળના મુખ્યાલય અને મુંબઈ સ્થિત પશ્ચિમી નૌકા કમાન્ડના અધિકારીઓએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.