નાસાએ તેના ટેલિસ્કોપ કેપલર મારફતે પૃથ્વી જેવો એક ગ્રહ શોધી કાઢ્યો છે. તેને કેપલર ૨૨-બી નામ અપાયું છે. આ ગ્રહ પણ સૂર્યની જેમ જ કોઈ તારા(સ્ટાર)ની ફરતે પરિભમણ કરે છે. પૃથ્વી સાથે ઘણી સમાનતા ધરાવતો આ ગ્રહ ‘જીવનની સંભાવના’વાળા ઝોનમાં છે.
કેપલર ૨૨-બી
આકાર : પૃથ્વી કરતાં ૨.૪ ગણો મોટો વર્ષ : લગભગ ૨૯૦ દિવસનું
પૃથ્વીથી અંતર : ૬૦૦ પ્રકાશવર્ષ સંભાવના : ગ્રહ પર જમીન અને પાણી બંને છે શેનાથી બન્યો છે : ગ્રહ ખડકોનો બનેલો છે કે ગેસ અથવા તરલ પદાર્થનો તે હજી ખબર નથી
કેપલર ટેલિસ્કોપે અત્યાર સુધીમાં ૨૩૨૬ ગ્રહો શોધી કાઢયા છે, જે પૈકી ૨૦૦૭નો આકાર પૃથ્વી જેવો છે.
કેપલર ૨૨-બી અને તેના તારા વચ્ચેનું અંતર, પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતાં ૧૫ ટકા ઓછું છે. પરંતુ કેપલર ૨૨-બીનો તારો સૂર્યની સરખામણીમાં ૨૫ ટકા ઓછો પ્રકાશ આપે છે. તેને કારણે ગ્રહનું તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહે છે. મતલબ કે જીવનને અનુકૂળ.
કેપલર સ્પેસ ટેલિસ્કોપ
આ ટેલિસ્કોપે અત્યાર સુધીમાં પૃથ્વી જેવા ૪૮ ગ્રહો શોધી કાઢયા છે, જે જીવનની સંભાવનાવાળા ઝોનમાં આવે છે. આવા ગ્રહો શોધવા માટે જ માર્ચ-૨૦૦૯માં નાસાએ સાડા ત્રણવર્ષના મશિન પર આ ટેલિસ્કોપ અવકાશમાં મોકલ્યું હતું.