ઝારખંડ ભાજપના વરિષ્ઠ નેતા અર્જુન મૂંડાએ આરોપ મુક્યો છેકે, કેન્દ્ર સરકાર દ્વારા ભાજપનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આથી જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ઉપયોગ કરીને મોદી સરકારને ઘેરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
પોતાના તર્કના સાર્થક ઠેરવવા માટે અર્જુન મૂંડાએ ઉમેર્યું હતુંકે, એક સોહરાબુદ્દીનના કેસમાં ત્રીસ હજાર પન્નાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે ભોપાલ ગેસદુર્ઘટનાના કેસમાં ત્રીસ હજાર લોકોના મોત થયા હોવા છતાં માત્ર એક જ પેઇજનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
યુનિયન કાર્બાઇડના વડા વોરન એન્ડર્સનને સીબીઆઇ દ્વારા બચાવવામાં આવી રહ્યો હોવાનું પણ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અર્જુન મૂંડાએ ઉમેર્યું હતું. સોહરાબુદ્દીનની આપરાધિક પૃષ્ઠભૂમિને વર્ણવીને તે આતંકવાદી હોવાનો દાવો પણ અર્જુન મૂડાએ કર્યો હતો.