મુંબઈ હુમલાના ત્રણ વર્ષ પૂરા થયા છે. ત્યારે વળતરની ઓછી રકમનો વિરોધ કરી રહેલા લગભગ પચાસ જેટલા દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી. આ લોકો ભાજપ ઓફિસથી માર્ચ કાઢી રહ્યાં હતા.
-વળતરની રકમ કસાબ પાછળના ખર્ચ કરતા પણ ઓછી
-વળતર કરનારા પીડિતોની થઈ અટકાયત
-મુંબઈ હુમલાની વરવી તસવીર
વળતરની ઓછી રકમ સામે તેઓ શાંતિપૂર્ણ રીતે માર્ચ કાઢવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પરના આતંકવાદી હુમલામાં કસાબ જીવતો પકડાયેલો એકમાત્ર આતંકવાદી છે. તેની સુરક્ષા પાછળ સોળ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક અહેવાલો પ્રમાણે પચાસ કરોડ સુધીની રકમ ખર્ચવામાં આવે છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા માર્યા ગયેલા 166 લોકોના પરીવાજનોને વળતર પેટે કુલ 13.73 કરોડની રકમ ચૂકવી છે. જે કસાબની સુરક્ષા પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતા ઓચી છે. આ હુમલાના કારણે પીડિતોમાં ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે, ત્રણસોથી વધુ લોકો આ હુમલામા ઘાયલ થયા હતા. માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત લોકોમાં વિદેશી લોકોનો પણ સમાવેશ થાય છે.
તમારો મત
શું તમને લાગે છે કે, આતંકવાદી હુમલાઓ પ્રત્યે આપણે સંવેદનહિન બની ગયા છીએ? આ પ્રકારની ઘટનાઓ આપણને વિચારવા માટે મજબુર કરી દે છે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.