રૂપિયા 3 લાખ 70 હજાર કરોડની માર્કેટ વેલ્યુ સાથે ટાટા જૂથ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક ગૃહ બની ગયું છે. ટાટાએ મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથને પાછળ રાખીને આ સિદ્ધિ હાંસલ કરી છે. જોકે, અંબાણી બંધુઓની સંયુક્ત સંપતિ આજેપણ ટાટા જૂથ કરતા વધારે છે.
ટાટા જૂથ પછી બીજા ક્રમે મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ આવે છે. તેમની કુલ સંપતિ 3,21,750 કરોડ જેટલી છે. જ્યારે ત્રીજા ક્રમ પર અનિલ અગ્રવાલનું સ્ટરલાઈટ ગ્રુપ છે. તેઓ 1,35,300 કરોડની છે. જ્યારે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી 1,25,000ની માર્કેટ વેલ્યુ ધરાવે છે. જ્યારે પાંચમા ક્રમ પર ભારતી ગ્રુપના સુનિલ મિત્તલ છે. તેમની કંપનીની માર્કેટ વેલ્યુ 1,20,500 છે. તેઓ અનિલ અંબાણીથી હાથવેંત છેટાં છે.
તાજેતરમાં ટાટા સ્ટીલ, ટાટા સ્ટીલ સહિતની કંપનીઓની માર્કેટ કેપીટલમાં વધારો થયો છે, જેના કારણે મુકેશ અંબાણી પાછળ રહી ગયા છે. જોકે, ટાટા જૂથની 30 જેટલી કંપનીઓ લિસ્ટેટ છે. જ્યારે મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથની બે જ કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિસ્ટેડ છે. જ્યારે અનિલ અંબાણી જૂથની સાત કંપનીઓ લિસ્ટેડ છે.