દિલ્હીમાં મોદીનું ભવ્ય સ્વાગત કરશે ભાજપ, નીતીશ સાથે થઈ શકે છે મુલાકાત

એનડીસીની બેઠકમાં મોદી રહેશે હાજર
અડવાણી અને વાજપેયી સાથે મુલાકાત કરશે મોદી
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર વચ્ચે અવારનવાર ટક્કર થતી રહી છે, ત્યારે ગુરૂવારે વધુ એક વખત તેમની વચ્ચે ટક્કર થઈ હતી. 12મી પંચવર્ષીય યોજનાને મંજૂરી આપવા માટે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં મોદીએ વધુ એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી શકે છે.
વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ આ બેઠકની હોદ્દાની રૂએ અધ્યક્ષ છે. આ બેઠકમાં અનેક રાજ્યોનાં મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનો હાજર છે. આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહુવાલિયા પણ હાજર છે. મોદીનાં પ્રહારથી બચવા માટે કેન્દ્ર સરકારે અગાઉથી જ તૈયારી કરી લીધી છે. આ કામ સંસદીય બાબતોનાં પ્રધાન કમલનાથ, આરોગ્ય પ્રધાન આઝાદ અને કાયદાપ્રધાનને અશ્વિની કુમારને સોંપવામાં આવ્યું છે.
સમય મર્યાદામાં બોલવા અંગે જયલલિતા ઉશ્કેરાયા હતા. તેમણે એનડીસીની બેઠકમાંથી વોકાઉટ કર્યું હતું અને નવીદિલ્હીથી ચેન્નાઈ જવા માટે રવાના થઈ ગયા હતા. અહીં નરેન્દ્ર મોદીએ પણ ભાષણ કર્યું હતું અને અપેક્ષા પ્રમાણે જ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
બચાવની મુદ્રામાં કેન્દ્ર, આગળ આવ્યા અશ્વિનીકુમાર
કેન્દ્રીય પ્રધાન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, કુલ 396 મિનિટની કાર્યવાહી થવાની છે. જેમાં એકત્રીસ મુખ્યપ્રધાન અને બે પ્રધાન ઉપરાંત આયોજન પંચના ઉપાધ્યક્ષે ભાષણ કરવાનાં છે. તમામને માટે સમયની ટોચ મર્યાદા લાગૂ કરવામાં આવી છે. કોંગ્રેસના મુખ્યપ્રધાનો માટે પણ આ જ સમયમર્યાદા લાગુ કરવામાં આવી છે અને તેમના માટે પણ બઝર વાગી રહ્યું છે. વડાપ્રધાને ખુદના ભાષણ પછી તૂર્ત જ ભાષણ કરવા માટે જયલલિતાને આમંત્રણ પાઠવ્યું. આ વાતને જયલલિતાએ સકારાત્મક રીતે લેવી જોઈએ અને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
જયલલિતાના વિરોધનાં કારણે કેન્દ્ર સરકારના કાયદાપ્રધાન અશ્વિની કુમાર સરકારના બચાવમાં આગળ આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, માત્ર જયલલિતા માટે જ આ અપવાદ ન હતો, તમામ નેતાઓને માટે સમય મર્યાદા રાખવામાં આવી છે અને તમામ મુખ્યપ્રધાનોએ આનું પાલન કરવાનું હોય છે. જોકે,પત્રકારોનાં કોઈ સવાલોનાં જવાબ તેમણે આપ્યા ન હતા. પરંપરા પ્રમાણે, જે સમય મર્યાદા આપવામાં આવી હોય છે, તેનું બધા પાલન કરવામાં આવે છે.






