ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મધ્યપ્રદેશમાં હતા. અહીં તેમણે ઉજ્જૈનના વિખ્યાત મહાકાળેશ્વર મંદીરમાં પૂજા કરી હતી. તેમણે અહીં યોજાતી વીધિમાં ભાગ લીધો હતો અને દેશમાં સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
-મુખ્યપ્રધાન મોદીએ ઉજ્જૈનમાં કાળભૈરવની ઉપાસના કરી
-મહાકાળેશ્વરની પૂજા કરી
-મ.પ્ર. સરકારની 'લાડલી લક્ષ્મી' યોજનાની પ્રશંસા કરી
મહાકાળેશ્વર મંદીરના સૂત્રોના કહેવા પ્રમાણે મુખ્યપ્રધાન મોદીએ મહાકાળેશ્વર ઉપરાંત હરસિદ્ધિ માતા અને કાળભૈરવ મંદીરની મુલાકાત લઈ ત્યાં ઉપાસના કરી હતી. તેમણે મધ્યપ્રદેશની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી 'સ્કૂલ ચલો' યોજનાને શરૂ કરાવી હતી. જે મુજબ ઉજ્જૈનમાં સફાઈ અભિયાન તથા શહેરની યુનિવર્સિટીમાં વૃક્ષારોપણની યોજના છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ સરકારની 'લાડલી લક્ષ્મી' યોજનાની પ્રશંસા કરી હતી. જે હેઠળ સ્ત્રી સશક્તિકરણ કરવામાં આવે છે. મોદીના કહેવા પ્રમાણે મધ્યપ્રદેશની આ યોજના અન્ય રાજ્યો માટે અનુકરણીય છે. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યાં હતા.
તમારો મત
તમારા અભિપ્રાય અને સૂચનો નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે, ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ, વિવાદાસ્પદ કે ધિક્કારાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારો વાંચક પોતે જવાબદાર રહેશે. આથી, કૃપા કરીને સંયમિત ભાષાનો ઉપયોગ કરો.