પંદરમી ઓગસ્ટે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. ત્યારે રેડિયો અને એફએમ પર સારે જહાં સે અચ્છા હિંદુસ્તાં હમારા તથા ઝંડા ઊંચા રહે હમારા વગેરે જેવા ગીતો વાગશે. પરંતુ, શું આવી રીતે દેશ પ્રગતિ કરશે. હૈદરાબાદમાં 400 મીટર લાંબો રાષ્ટ્ર ધ્વજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ, ઠેર-ઠેર તે જમીનને અડકતો હતો. જે ઝંડાને ઊંચો રાખવા માટે હજારો સિપાહીઓએ તેમના પ્રાણોની આહૂતિ આપી દીધી તેને આપણે ઊંચો નથી રાખી શકતા. જ્યારે અન્ય તસવીરો નવીદિલ્હીની છે. જ્યાં ગરીબ બાળકો તથા મહિલાઓ ભારતીય રાષ્ટ્રધ્વજનું વેંચાણ કરતા જોવા મળ્યા હતા. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ મેળવવાનો અધિકાર મળી ગયો. પરંતુ, શિક્ષણ નથી મળી શકતું. કારણકે, બે ટંકની રોટલીનો બંદોબસ્ત કરવામાં જ દિવસ જતો રહે છે.