દિલ્હીના એનડીએમસી સેન્ટરમાં એક યુવકે કેન્દ્રીય મંત્રી શરદ પવાર પર હુમલો કરી તેને થપ્પડ મારી દીધી હતી. આરોપી યુવકનું કહેવું હતું કે તે મોંઘવારી અંગેના શરદ પવારના નિવેદનથી નારાજ હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભાજપના નેતા યશવંતસિંહાએ કહ્યું હતું કે મોંઘવારી અંગે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે અને હવે રોટી રમખાણો પણ ફાટી નીકળે તેવી શક્યતા છે.