રાજસ્થાનના કોટામાં બંધ ધર્મપુર ગામમાં મોબાઈલની બેટરી ફાટતા એક યુવકનું મોત નીપજ્યું છે. મોબાઈલ કેવી રીતે ફાટ્યો તેની તપાસ માટે જયપુરની એફએસએલની ટીમ તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યા અનુસાર બંધા ધર્મપુરાના રહેવાસી ૨૩ વર્ષીય ગોપાલ પુત્ર પાંચુ ગુર્જર સોમવારે ભેંસો ચરાવવા જંગલમાં ગયો હતો. જોકે સાંજ સુધી તે પાછો ન ફરતા તેના પરિવારજનોએ મોબાઈલ પર તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્વીચ ઓફ આવતો હતો. મંગળવારે સવારે તેના પરિવારે શોધખોળ કરતા ગામથી દોઢ કિમી દુર તેનો મૃતદેહ મળ્યો હતો. તેના કાનમાંથી લોહી નીકળ્યું હતું તેમજ નજીકમાં સળગેલો મોબાઈલ પડ્યો હતો. પ્રારંભિક તપાસમાં તેનું મૃત્યુ મોબઈલમાં વિસ્ફોટ થવાથી થયું હોવાનું બહાર આવ્યું છે.
મેડિકલ જયૂરસ્ટિ ડૉ. વિશ્વદીપકના જણાવ્યા અનુસાર મોબાઈલ ફાટવાથી તેને શોટ લાગવાથી યુવકનું મૃત્યુ થયું હશે. તપાસ ટીમના જણાવ્યા અનુસાર મોબાઈલ ફોનની સ્કિ્રન પર સ્ક્રેચ જોવા મળતા હતા. બેટરી મોબાઈલથી કનેકટ થાય તે બાજુથી ક્ષતિગ્રસ્ત થઈ હતી. મોબાઈલ અંદરથી સંપૂર્ણ બળી ગયો હતો. મોબાઈલની બેટરી જુની કે ફુલેલી ન હોવા છતા આ દુર્ઘટના થઈ હતી.
શા માટે થાય છે વિસ્ફોટ?
મોબાઈલમાં લાગેલી લિથિયમ બેટરીમાં કોબાલ્ટ ઓકસાઈડ હોય છે જે કોલ આવે ત્યારે વધારે પડતું ગરમ થઈ જાય તો વિસ્ફોટ થાય છે. બેટરમાં શોર્ટસર્કિટ, વધુ પડતું ચાજિઁગ કે બેટરી સાથે ચેડાં કરેલા હોય તો વિસ્ફોટ થઈ શકે છે.
કઈ વાતોનું ધ્યાન રાખવું?
બેટરી બેથી ત્રણ વર્ષમાં બદલવી
મોબાઈલને ગરમ જગ્યાએથી દુર રાખવો
વાતચીત દરમિયાન મોબાઈલ વધુ ગરમ થઈ જાય તો બંધ કરી દેવો.