જલંધરની એક હોટલમાં 21 વર્ષીય યુવકની લાશ મળી આવી છે. આ યુવકની ઓળખ મનિંદર મહેરા તરીકે કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે, એક કોલગર્લને પત્ની જણાવીને તે હોટલમાં આવ્યો હતો. તેણે સેક્સ માટે ગોળીઓ ખાધી હતી. પરંતુ તેના ઓવરડોઝથી તેનું મોત થયું હતું.
-રૂમમાં યુવકની લાશ નગ્નાવસ્થામાં જપ્ત કરવામાં આવી
-મિનિન્દરનો ફોન કરાયો જપ્ત
-લીધી હતી સેક્સ વર્ધક ગોળીઓ
-જે યુવતિને હોટલમાં લાવવામાં આવી હતી, તેની પૂછપરછ હાથ ધરાઈ
પોલીસના કહેવા પ્રમાણે મનિન્દર એક યુવતિને પત્ની કહીને હોટલમાં ઉતર્યો હતો. તેણે સેક્સ કરવા માટેની ગોળીઓ ખાઈ લીધી હતી. કોલ ગર્લે વિચાર્યું હતું કે, યુવક સુઈ ગયો છે. આથી, તેણી રૂમ છોડીને જતી રહી હતી. સવારે જાણ થઈ હતી કે, યુવકનું મોત થઈ ગયું છે. હોટલના રૂમમાં યુવકની લાશ નગ્નાવસ્થામાં જપ્ત કરવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે, યુવકે વાયગ્રા લીધી હોય શકે છે. તેના સેમ્પલને તપાસાર્થે મોકલવામાં આવ્યા હતા. જે યુવતિને હોટલમાં લાવવામાં આવી હતી. તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા મનિન્દરનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે અમિત નામના મિત્રનો ફોન આવ્યો હતો. તેણે પોલીસને માહિતી આપી હતી કે, મનિન્દર એક છોકરી સાથે મોજ-મજા કરવા માંગતો હતો. અમિત અને મનિન્દરે R પાંચ હજાર આપીને યુવતિને રાત માટે બોલાવી હતી અને હોટલમાં લાવ્યો હતો.
પોલીસે અમિતે આપેલી માહિતીના આધાર પર યુવતિની શોધ કરી હતી. જેના આધાર પર માહિતી મળી હતી કે, તેણી અમૃતસરમાં રહે છે અને આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ધંધો કરે છે. યુવતિના કહેવા પ્રમાણે, મનિન્દરને સેક્સ કરવું હતું. આ માટે તેણે ગોળીઓ ખાધી હતી. પરંતુ ત્યારબાદ તે ધાબળો લઈને એક બાજુ સુઈ ગયો હતો. યુવતિના કહેવા પ્રમાણે, જ્યારે તેણીની આંખ ખુલી કે તરત જ તે હોટલની બહાર નીકળી ગઈ હતી. યુવતિને થયું હતું કે, મનિન્દર ઊંઘમાં છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.