- નવાઇની વાત તો એ છે કે હત્યા કરનારો હોમગાર્ડ જવાન હતો
- અરરિયા જિલ્લાના ભજનપુરા ગામની આ ઘટના છે
જમીન અધિગ્રહણ કરવાના મામલે થયેલી અથડામણમાં પોલીસે એવો કહેર વરસાવ્યો કે 4 લોકોના મોત થઈ ગયા. ભલે આ મામલે કાર્યવાહી થઈ ચૂકી હોય, પરંતુ આ હોમગાર્ડ જવાનની માણસાઈને ક્યાં જતી રહી હતી તે લોકો વિચારી રહ્યા હતા.
અરરિયા જિલ્લાના ભજનપુરા ગામની આ ઘટના છે. ગામના લોકો ગઈ 3 જૂન 2011ના રોજ કંપની માટે કરવામાં આવેલી જમીન અધિગ્રહણનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસ લોકોને ખસેડી રહી હતી તે સમયે જ ગામના લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. આ ઘટનામાં કેટલાય પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા.
તેનાથી ગુસ્સે ભરાયેલા હોમગાર્ડના જવાને અધમૂઆ છોકરાને મારી નાંખ્યો. એટલે સુધી કે ઘટનાસ્થળ પર એસપી પણ ઉપસ્થિત હતા અને તેમની સામે હોમગાર્ડનો જવાન માણસાઈને ભૂલી ગયો.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.